...

પાચનતંત્રના અવયવોમાં રક્તસ્ત્રાવ (લોહી નીકળવું)

  • અન્નનળી
  • જઠર કે હોજરી
  • નાનું આંતરડું
  • મોટું આંતરડું

જ્યારે ઉપરોક્ત કોઇ પણ અંગમાંથી લોહી નીકળવા લાગે તેને પાચનતંત્રમાં રક્તસ્રાવ (અંગ્રેજીમાં જીઆઈ  બ્લીડ) કહે છે ઘણી વાર આની જાણ જલ્દી થતી નથી કારણ કે રક્તસ્રાવ શરીરના અંદરના ભાગમાં થતો હોય છે. પરંતુ ક્યારેકકેટલાક લક્ષણો એવા અનુભવાય છે. પરંતુ ક્યારેક કેટલાક લક્ષણો એવા અનુભવાય છે કે અંદરના અવયવમાંથી લોહી નીકળે છે તેની ખબર પડી જાય છે.

આંતરિક રક્તસ્રાવના બે પ્રકાર હોય છે. પહેલા પ્રકારના રક્તસ્રાવને ઊપરના હિસ્સાનો રક્તસ્રાવ કહે છે જેમાં અન્નનળી, હોજરી અથવા નાના આંતરડાના શરૂઆતના ભાગમાં રક્તસ્રાવ થતો હોય છે. નીચેના હિસ્સાના રક્તસ્રાવમાં મોટા આંતરડા માંથી લોહી નીકળતું હોય છે. નાના આંતરડાના મધ્ય ભાગમાંથી પણ લોહી નીકળી શકે છે જેને મધ્ય માર્ગનો રક્તસ્રાવ તરીકે ઓળખવામાં આવે છે. જો કે આ પ્રકારનો રક્તસ્રાવ ભાગ્યે જ જોવા મળે છે.

પાચનતંત્રના ક્યા ભાગમાંથી (ઊપરના કે નીચેના ભાગ) લોહી નીકળે છે તે પ્રમાણે લક્ષણો પણ અલગ અલગ હોય છે. કેટલાક દદર્ીઓમાં કોઇ પણ લક્ષણો જણાતા નથી. જ્યારે ડૉક્ટર તેના મળાશયની તપાસ કરે કે લોહીની તપાસમાં જ્યારે ખબર પડે કે દદર્ીને એનેમિયા છે ત્યારે જ તેને પાચનતંત્રના અવયવમાંથી લોહી નીકળે છે તેની જાણ થાય છે. એનેમિયાના કેસમાં દર્દી ના લોહીમા રહેલા લાલ કણોની સંખ્યામાં બહુ ઘટી ગઈ હોય છે.

પાચનતંત્રના ઊપરના ભાગમાં રક્તસ્રાવ થતો હોય તેના લક્ષણો નીચે મુજબના હોય શકે છે.

  • લોહીની ઊલ્ટી થવી અથવા ઊલટી થાય તેનો રંગ કોફી-પાવડર જેવો હોય છે.
  • ઝાડો કાળાશ પડતા રંગનો હોય. (જ્યારે પાચનતંત્રના નીચલા ભાગમાંથી લોહી નીકળતું હોય ત્યારે આવી શક્યતા વધારે હોય છે.) જો કે આવા કિસ્સાની સંખ્યા ઓછી હોય છે.

પાચનતંત્રના નીચલા ભાગમાં રક્તસ્રાવ થતો હોય તેના લક્ષણો નીચે મુજબના હોય શકે છે.

  • ઝાડો લોહીવાળો હોય (પાચનતંત્રના ઊપરના ભાગમાં રક્તસ્રાવ થતો હોય ત્યારે પણ આવું થઈ શકે છે. જો કે આવા કિસ્સા બહુ જ ઓછા બને છે.)

પાચનતંત્રના કોઇપણ ભાગમાંથી લોહી નીકળતું હોય તેના લક્ષણો નીચે મુજબના હોય શકે છે.

  • નબળાઈ લાગવી, માથું હલકું લાગવું અથવા તો ચક્કર આવતા હોય તેવું લાગે કે શરીરનું સમતોલપણું જાળવવામાં થોડી તકલીફ લાગતી હોય. (જ્યારે રક્તસ્રાવનું પ્રમાણ વધી ગયું હોય ત્યારે આવી શક્યતાઓ વધી જાય છે.)
  • હૃદયના ધબકારા વધી જવા. (જ્યારે લોહી વધારે નીકળતું હોય ત્યારે આવું થવાની સંભાવના રહે છે.)
  • પગ ખેંચાય કે પેટના કોઇ પણ હિસ્સામાં દુઃખાવો થતો હોય.
  • ઝાડા થઈ જવા.
  • ચામડી નિસ્તેજ થઈ જવી.

જો નીચેનામાંથી કોઇ પણ લક્ષણ જણાય તો તરત જ ડૉક્ટર પાસે જવું જોઇએ.

  • લોહીની ઊલટી થાય કે ઊલટીનો રંગ કોફી-પાવડર જેવો હોય.
  • જો ઝાડાનો રંગ કાળાશ પડતો હોય કે તેમાં લોહી દેખાતું હોય.
  • નબળાઈ લાગવી, માથું હલકું લાગવું અથવા તો ચક્કર આવતા હોય તેવું લાગે કે શરીરનું સમતોલપણું જાળવવામાં થોડી તકલીફ લાગતી હોય.
  • હૃદયના ધબકારાની ગતિ એકદમ વધી જાય.
  • પેટમાં સખત દુઃખાવો થતો હોય.
  • સામાન્ય રીતે હોય તેના કરતા દર્દી ઘણો વધારે નિસ્તેજ દેખાતો હોય.

સામાન્ય રીતે નીચેના કારણો રક્તસ્રાવ માટે જવાબદાર હોય છે.

  • હોજરીમાં અથવા નાના આંતરડામાં ચાંદી પડી હોય (અલ્સર થયું હોય).
  • અન્નનળીમાં આવેલી નસોમાં સોજો આવી ગયો હોય. અંગ્રેજીમાં તેને ‘વેરાયસિસ’ કહે છે.
  • લોહીની નળીઓ અસામાન્ય હોય જેને અંગ્રેજીમાં ‘આર્ટિરિયોવીનસ માલફોર્મેશન’ કહે છે.
  • ડાયવર્ટિક્યુલોસિસ. આવું થાય ત્યારે આંતરડાની અંદરની લાયનિંગ પર ઝીણી ઝીણી ફોલ્લી થાય છે.
  • ક્રોહ્‌નનો રોગ અથવા અલ્સરેટીવ કોલાઇટીસ (આંતરડાની અંદર સોજો આવી જવાથી થતો રક્તસ્રાવ).
  • મળાશયમાં સોજેલી નસો હોય અથવા તો ગુદાની આસપાસ ચીરા પડ્યા હોય.
  • કેન્સર (કેન્સરને કારણે બહુ જ ઓછા કિસ્સામાં લોહી નીકળતું હોય છે).

જો આપના ડૉક્ટરને શંકા જાય કે આપના પાચનતંત્રના કોઇ અવયવમાંથી લોહી નીકળે છે તો નીચે જણાવેલ ટેસ્ટમાંથી એક અથવા વધારે ટેસ્ટ કરાવવાની સલાહ આપશેઃ-

  • લોહીની તપાસ
  • રક્તકણોની સંખ્યા બરાબર છે કે નહીં તે જાણવા
  • લોહીની ગંઠાવાની પ્રક્રિયા બરાબર છે કે નહીં
  • લિવર બરાબર કામ કરે છે કે નહીં
  • પાચનતંત્રના ઊપરના ભાગની એન્ડોસ્કોપી – આ પરીક્ષણ (ટેસ્ટ) કરતા પહેલા ડૉક્ટર આપને દવા આપશે જેથી આપ તંદ્રાવસ્થામાં આવી જાઓ અને આરામદાયક સ્થિતિમાં રહો. ત્યાર પછી આપના મુખ વાટે એક નળી ગળાની નીચે ઊતારશે. આ નળીના આગળના ભાગે પ્રકાશ ફેંકતો નાનો ગોળો હોય છે અને એક કેમેરા પણ હોય છે જે પાચનતંત્રના અવયવના અંદરના ભાગના ફોટા પાડે છે જે ડૉક્ટરને તેના ટીવી પર દેખાય છે. આ ફોટાઓનો અભ્યાસ કરી ડૉક્ટર રક્તસ્રાવના કારણો જાણી શકે છે. કેટલાક કિસ્સામાં જો કોઇ ભાગમાં લોહી નીકળતું દેખાય તો ડૉક્ટર એક યંત્રનો ઉપયોગ કરી તે બંધ કરી શકે છે.
  • કોલોનોસ્કોપી – આ ટેસ્ટમાં પણ ઊપર મુજબની જ પ્રક્રિયા હોય છે પરંતુ નળીને ગુદા દ્વાર વાટે પાચનતંત્રના નીચલા અવયવોમાં દાખલ કરવામાં આવે છે.

(કોલોનોસ્કોપીના ટેસ્ટ દરમ્યાન ડૉક્ટર આપને પડખાભેર સૂવાનું કહે છે અને એક નળી જેના આગલા ભાગમાં એક કેમેરા હોય છે તે ગુદાદ્વાર વાટે મળાશયમાં દાખલ કરી મોટા આંતરડા સુધી લઈ જાય છે. નળીના આગલા ભાગમાં રહેલો કેમેરા અંદરના ફોટા પાડે છે જે ડૉકરના ટીવીના પડદા પર દેખાય છે. તેેને જોઇને આપના રોગના કારણની જાણકારી મળે છે અને નિદાન થઈ શકે છે.)

  • ઇમેજીંગ ટેસ્ટ – આ પ્રકારના ટેસ્ટમાં ડૉક્ટર એક પ્રકારની ડાય અથવા તો એકદમ જ હળવા પ્રકારનું રેડિઓ એક્ટીવ રસાયણ (રેડિયમ જેમ એકદમ આછા અજવાળામાં ચમકતો પદાર્થ) આપના લોહીમાં દાખલ કરે છે અને લોહી શરીરના જે જે અંગોમાં જાય તે ભાગનો અભ્યાસ કરવામાં આવે છે.
  • કેપ્સ્યુલથી ફોટા પાડવાનો ટેસ્ટ – વિટામીનની કેપ્સ્યુલ જેટલા માપનો એક કેમેરા આપને ગળી જવા માટે આપવામાં આવે છે. આ કેમેરા પાચનતંત્રની અંદરના ફોટા પાડી ડીવીડી અથવા પેનડ્રાઈવ જેવા રેકોર્ડ થઈ જાય તેવા સાધનને મોકલે છે. આ ફોટાનો ડૉક્ટર અભ્યાસ કરે છે. આ સાધનની ઉપયોગિતા એ છે કે નાનું આંતરડું જેની લંબાઈ વધારે હોય છે તેના દરેક ભાગ એન્ડોસ્કોપી કે કોલોનોસ્કોપીના સમયે પૂરેપૂરો જોવા મળતો નથી તેને પણ આ ફોટાઓ દ્વારા જોઇ શકાય છે. આ કેમેરા મળત્યાગના સમયે શરીરની બહાર નીકળી જાય છે અને ઘણા બધા દર્દી ને  તેની ખબર પણ નથી પડતી.

સારવારનો આધાર આપે કેટલું લોહી ગુમાવ્યું છે અને શા કારણે લોહી નીકળે છે તેની પર છે. નીચે જણાવ્યામાંથી કોઇ પણ એક કે વધારે પ્રકારની સારવાર આપવામાં આવે છે.

  • ઓક્સિજન આપવામાં આવે છે.
  • લોહી અથવા તો પ્લાઝમા જેવું પ્રવાહી ચડાવવામાં આવે છે.

સારવારનો આધાર આપે કેટલું લોહી ગુમાવ્યું છે અને શા કારણે લોહી નીકળે છે તેની પર છે. નીચે જણાવ્યામાંથી કોઇ પણ એક કે વધારે પ્રકારની સારવાર આપવામાં આવે છે.

  • ઓક્સિજન આપવામાં આવે છે.
  • લોહી અથવા તો પ્લાઝમા જેવું પ્રવાહી ચડાવવામાં આવે છે.
  • હોજરીમાં રહેલ એસિડ (પિત્ત)ને ઘટાડવાની દવાઓ આપવામાં આવે છે.
  • પાચનતંત્રને (હોજરી અને આંતરડાને) સાફ કરે તેવી દવાઓ આપવામાં છે જેથી ડૉક્ટર આ અવયવોમાં શું થઈ રહ્યું છે બરાબર જોઇ શકે.
  • એન્ટિબાયોટીક્સ
  • એક પાતળી નળી આપના નાક વાટે દાખલ કરી ગળા દ્વારા હોજરી સુધી લઈ જઈ હોજરી સાફ કરે છે. લોહી ક્યાંથી નીકળે છે તેના આધારે આપની એન્ડૉસ્કોપી અથવા કોલોનોસ્કોપી કે બંને કરવામાં આવે છે આ પરીક્ષણ કરવાથી ડૉક્ટરને જે જગ્યાએથી લોહી નીકળતું હોય તેની ખબર પડે છે. કેટલાક કિસ્સાઓમાં ડૉક્ટર આ ટેસ્ટ કરવાના સમયે જ જે જગ્યા એથી લોહી નીકળતું હોય તેને સીલ કરી દે છે . જેથી લોહી નીકળતું બંધ થઈ જાય.

ડૉક્ટર એ પણ તપાસી લે છે કે આપને અલ્સર (ચાંદી) અથવા તો અન્ય કોઇ કારણસર લોહી પડે છે કે કેમ? આ પ્રમાણે કારણનું નિદાન થયા પછી તે પ્રમાણે સારવાર આપે છે.

લોહીના રક્તસ્રાવની શકયતાઓને જરૂર ઘટાડી શકાય છે.

  • ડૉક્ટરની સલાહ વગર સ્ટિરોઇડ ન હોય તેવા પ્રકારની સોજા ઊતારવાની દવાઓ વારંવાર ન લેવી જોઇએ. એસ્પિરિન, આઇબુપ્રોફેન અને નેપ્રોક્સેન જેવી દવાઓ આ ગ્રુપમાં આવે છે. જો તમારે આ પ્રકારની દવાઓ લેવી જ પડે તેમ હોય તો આપના ડૉક્ટર આપને તેના સેવનના કારણે રક્તસ્રાવ ન થાય તેવી દવાઓ પણ આપશે.
  • જો પેટમાં ચાંદી (અલ્સર) હોય તો તેની સારવાર કરવી જોઇએ.

જો તમને લિવરનો રોગ હોય (સિર્હોસિસ) તો ડૉક્ટર આપને બીટા બ્લોકર્સ પ્રકારની દવાઓ આપશે.

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Skype
Telegram
Rate this post
Dr. Harsh J Shah

OncoBot LogoOncoBot

👋 Hello! How can I help you today?

Exclusive Health Tips and Updates

Dr Harsh Shah - GI & HPB Oncosurgeon in India
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.