Skip to main contentCytoreductive Surgery એટલે એવી શસ્ત્રક્રિયા, જેમાં જેટલું શક્ય હોય તેટલું કેન્સરની ગાંઠ અને કેન્સરગ્રસ્ત ભાગ દૂર કરવામાં આવે છે. જ્યારે કેન્સરનું પ્રમાણ વધારે હોય ત્યારે કીમોથેરાપી એકલી અસરકારક રહેતી નથી. તેથી પહેલા કેન્સરની ગાંઠો (Tumor Burden) દૂર કરવામાં આવે છે જેથી શસ્ત્રક્રિયા પછી આપેલી દવાઓ વધુ અસરકારક બને.
CRS દરમિયાન, સર્જન પેરિટોનિયમ અને તેની આસપાસ ફેલાયેલા કેન્સરની ગાંઠોને દૂર કરે છે. આ પ્રક્રિયા લાંબી અને જટિલ હોય છે, કારણ કે દરેક અવયવ કે આસપાસના શરીરના ભાગમાંથી કેન્સરના બનેલા ભાગને સંપૂર્ણપણે દૂર કરવો પડતો હોય છે.
ડૉ. હર્ષ શાહ લખે છે: ઓપરેશન પછીની રિકવરી, કયું લક્ષણ scan કરાવવા જેવું છે, અને OPDમાં દર્દીઓ ખરેખર જે સવાલો પૂછે છે. કોઈ જાહેરાત નહીં.
તમારો નંબર આ પત્ર માટે અને clinic તમને પહોંચી શકે એ માટે વપરાય છે. કદી વેચાતો કે બીજાને અપાતો નથી. બંધ કરાવવા WhatsApp પર STOP લખો.
CRS અને HIPEC માટે શસ્ત્રક્રિયા લગભગ 8થી 12 કલાક સુધી ચાલી શકે છે, કારણ કે તે ખૂબ જ વિશિષ્ટ અને જટિલ પ્રક્રિયા છે.
હા, ઓપરેશન મોટું હોવાથી થાક, ઇન્ફેક્શન અને પુનઃપ્રાપ્તિમાં મોડું થવું જેવા જોખમ રહે છે. જો યોગ્ય સંભાળ લેવામાં આવે તો આ જોખમ ઓછા થઈ શકે છે.
સર્જરી પછી સંપૂર્ણ રીતે સાજા થવા માટે લગભગ 2 થી 3 મહિના સુધીનો સમય લાગી શકે છે. આ દરમિયાન આરામ અને યોગ્ય આહાર જરૂરી છે.
હા, HIPECમાં દવા સીધી જ પેરિટોનિયમ સુધી પહોંચે છે, તેથી માત્ર કેન્સરગ્રસ્ત અવયવ પર જ અસર કરે છે અને અન્ય અવયવો પર આડઅસરો ઓછા થાય છે.
હા, CRS અને HIPEC સર્જરી માટે ઘણા મેડિકલ ઈન્સ્યોરન્સ પ્લાન્સ ખર્ચ કવર કરે છે. આ માટે તમારું પૉલિસી ડોક્યુમેન્ટ તપાસવું જરૂરી છે.
હા, સર્જરી પછી કેટલીક મહીનાઓમાં પુનઃપ્રાપ્તિ થાય છે અને દર્દી ફરી સામાન્ય જીવનશૈલી પર પાછા ફરી શકે છે, જો કે નિયમિત ચેકઅપ જરૂરી છે.
જો શસ્ત્રક્રિયા યોગ્ય રીતે કરવામાં આવે અને સમયસર કરવામાં આવે, તો જીવનશૈલીમાં સુધારો થાય છે અને કેન્સર ફરીથી થાય તેવા જોખમ ઓછા રહે છે.
ગુજરાતમાં CRS અને HIPEC પદ્ધતિ માટે અમદાવાદની Apollo Hospital ઉપલબ્ધ છે.
MS, MCh (GI cancer Surgeon)
ડૉ. હર્ષ શાહ અમદાવાદના એક પ્રખ્યાત જી.આઈ અને એચ.પી.બી રોબોટિક કેન્સર સર્જન છે. તેઓ ભોજન નળી, પેટ, લીવર, પેન્ક્રિઆસ, મોટા આંતરડા, મલાશય અને નાના આંતરડા નાં કેન્સરનો ઇલાજ કરે છે. તેઓ એપોલો હોસ્પિટલમાં ઉપલબ્ધ છે.
CRS-HIPEC સર્જરીની સર્જરી (CRS + HIPEC)નો ખર્ચ Apollo Hospital, Bhat ખાતે અંદાજે ₹6,50,000 થી ₹8,00,000 જેટલો થાય છે.
આખરી આંકડો શેના પર આધાર રાખે છે — ઓપરેશન કઈ પદ્ધતિથી થાય છે (open, laparoscopic કે robotic), હોસ્પિટલમાં કેટલા દિવસ રોકાવું પડે, ICUની જરૂર પડે કે નહીં, અને સારવાર insurance કે cashless હેઠળ થાય છે કે નહીં.
તમારા કેસ પ્રમાણેનો ચોક્કસ અંદાજ consultation પછી જ આપી શકાય. વધુ માહિતી માટે +91 63590 11009 પર સંપર્ક કરો.
ડૉ. હર્ષ શાહ લખે છે: ઓપરેશન પછીની રિકવરી, કયું લક્ષણ scan કરાવવા જેવું છે, અને OPDમાં દર્દીઓ ખરેખર જે સવાલો પૂછે છે. કોઈ જાહેરાત નહીં.
તમારો નંબર આ પત્ર માટે અને clinic તમને પહોંચી શકે એ માટે વપરાય છે. કદી વેચાતો કે બીજાને અપાતો નથી. બંધ કરાવવા WhatsApp પર STOP લખો.
One Response