જીઆર્ડિયા

 • જીઆર્ડિયા એ પાચક તંત્ર નું ચેપ છે. ચેપથી ઝાડા, ઉબકા, અને પેટમાં દુખાવો થઈ શકે છે. તે ખૂબ સામાન્ય છે.

જીઆર્ડિયા ના ચેપ થી હંમેશાં લક્ષણો દેખાતા નથી હોતા. કેટલાક લોકો ને તેમની જાણ વગર જ તેમના માં જીઆર્ડિયા ના પરોપજીવી હોય જ છે.

જ્યારે લક્ષણો થાય છે, ત્યારે આ પ્રકારે હોઈ શકે છે:

 • અતિસાર / ઝાડા જે અચાનક આવે છે અને તે એકદમ પાણીદાર હોય છે
 • બીમાર જેવું લાગતું હોવું
 • મળ જે ચરબીયુક્ત હોય છે, અને તે સામાન્ય કરતા વધુ ખરાબ ગંધ આવે છે
 • પેટમાં ખેંચાણ, ગેસ, અને પેટનું ફૂલવું
 • ઉબકા આવવા અથવા ઉલ્ટી આવી
 • વજનમાં ઘટાડો

નિમ્નલિખિત અનુભવો થતા હોય તો તમારા ડૉક્ટર ને તરત જ મળો:

 • તીવ્ર ઝાડા થાય છે, એટલે કે તે દિવસમાં ઘણી વખત થાય છે
 • પેટમાં તીવ્ર દુખાવો થાય છે
 • ખાઈ-પી શકતા નથી
 • તાવ જે 4 ° ફે (38 ° સે) કરતા વધારે હોય છે

નાના બળકો અને લક્ષણોવાળા વૃદ્ધ વયસ્કોએ તેમના ડૉક્ટર અવશ્ય મળવું જોઈએ. તે એટલા માટે કે, આ જૂથો અન્ય લોકો કરતા વધુ સરળતાથી ડિહાઇડ્રેટેડ (Dehydrate) થઈ શકે છે.

 • ગિઆર્ડિયા નો ચેપ 3 રીતે ફેલાય છે:

  • વ્યક્તિ થી વ્યક્તિ – જે પરોપજીવી જીઆર્ડિયા નું કારણ છે તે ચેપગ્રસ્ત લોકોની આંતરડામાં રહે છે. જાજરૂ જઈ આવ્યા પછી જો તે લોકો એ હાથ નથી ધોયા, અને પછી તમને સ્પર્શ કરે છે, તો તમને અન્ય વ્યક્તિથી જીઆર્ડિયા ને નો ચેપ લાગી શકે છે. જેણે બાળક અથવા પુખ્ત વયની વ્યક્તિનું ડાયપર બદલ્યું છે, અને પછી તેના હાથ નથી ધોયા, તે વ્યક્તિ થી પણ તમને ચેપ લાગી શકે છે. કોઈપણ પ્રકારની ગુદા મૈથુન (જો તમે કોન્ડોમ / નિરોધ વાપરો તો પણ) દ્વારા જીઆર્ડિયા નો ચેપ લાગી શકે છે.
  • ખોરાક દ્વારા – જીઆર્ડિયા ના પરોપજીવી ખોરાક પર જીવી શકે છે. રસોઈ થી તે મરી શકે છે. પરંતુ, જો ખોરાક રાંધવામાં ન આવે અથવા યોગ્ય રીતે હાથ ધોવામાં ન આવે તો, તે જીઆર્ડિયા થઇ શકે છે.
  • પાણી દ્વારા – જીઆર્ડિયા ના પરોપજીવી લોકો ના પીવાના પાણીના જળ સ્ત્રોતોમાં જીવી શકે છે. ઉદાહરણ તરીકે, જીઆર્ડિયા વહેણ અથવા પીવાના પાણીના કૂવામાં જીવી શકે છે. જે લોકો છાવણી કરે છે અથવા પર્યટન કરે છે તેમને જીઆર્ડિયા થવાનું જોખમ રહે છે, જો તેઓ પીવા પેહલા, તળાવો અથવા પ્રવાહોમાંથી લીધેલું પાણીની યોગ્ય રીતે સારવાર ન કરે.

હા. જો તમારા ડૉક્ટર ને એવું લાગે છે કે તમને જીઆર્ડિઆ હોઈ શકે છે, તો તે અથવા તેણી તમારા મળના નમૂના માંગશે. લેબમાં, જીઆર્ડિયા અને અન્ય ચેપ જેના જીઆર્ડિયા જેવા જ લક્ષણો હોય તે માટે નમૂનાની તપાસ કરી શકાય છે.

જીઆર્ડિયા ની સારવારમાં કેટલાક દિવસો માટે એન્ટિબાયોટિક દવા લેવી પડે છે. મોટાભાગનાં કિસ્સાઓમાં, તે જીઆર્ડિયા ના ચેપ અને તેના લક્ષણોથી છુટકારો મેળવી આપે છે. જોકે અમુક કિસ્સાઓમાં, એન્ટીબાયોટીક્સના પ્રથમ તબક્કાથી જીઆર્ડિયા સારું થતું નથી. જો આવું થાય છે, તો ડોકટરો સામાન્ય રીતે એન્ટિબાયોટિકના પ્રકાર અથવા માત્રામાં ફેરફાર કરવાનું સૂચવે છે અથવા કોઈ વ્યક્તિની સારવાર નો સમયગાળો વધારવાનું સૂચન કરે છે.

જો તમને જીઆર્ડિયા ના લક્ષણો નથી, અને તમારું પરીક્ષણ ચેપ બતાવતું હોય તો પણ તમને એન્ટિબાયોટિક્સની જરૂર ન પણ પડી શકે. જીઆર્ડિયા વાળા કેટલાક લોકો સારવાર વિના ચેપને હરાવી શકે છે. પરંતુ ડે-કેરમાં (Day Care) સચવાતા બાળકો , અને જે લોકો ભોજન સાથે કામ કરે છે, તેમની તેમને કોઈ પણ લક્ષણ ના હોવા છતાં તેમની પણ જીઆર્ડિયા ની સારવાર કરવી જોઈએ. આમ ચેપના ફેલાવાને રોકવામાં મદદ કરે છે.

હા, એ શક્ય છે! સૌથી મહત્વની વાત એ છે કે ચોખ્ખા રહેવું. આ આ પદ્ધતિઓ ને અનુસરો:

 • બાથરૂમનો ઉપયોગ કર્યા પછી, તમારા હાથને સાબુ અને પાણીથી ઘસી ને ધોઈ નાખો, અને બાળકોને પણ તેવું કરવાનું શીખવો!
 • ડાયપર બદલ્યા પછી, અથવા પોતાના મળ ને કાબૂમાં ન રાખી શકતા એવી કોઈ પણ વ્યક્તિને સ્પર્શ કર્યા પછી, તમારા હાથને સાબુ અને પાણીથી ઘસી ને ધોઈ લો
 • ગંદા ડાયપરને સીલબંધ કચરાપેટીઓમાં તરત જ ફેંકી દો
 • એવા કપડાં તરત જ ધોઈ લેવા જેના પર મળ લાગ્યું હોય
 • તરતા સમયે પાણી ગળી ન જવાનો પ્રયાસ કરો
 • મુસાફરી કરતી વખતે અથવા હાઇકિંગ વખતે તમારા પીવાના પાણીમાં જંતુઓ અને પરોપજીવીઓને નાશ કરવા પાણી ને બરાબર થી ઉઉકાળો અથવા પ્રોસેસ કરવો. આ તમે આમાંની કોઈ પણ એક પ્રયોગ કરીને કરી શકો છો:
  • ઓછામાં ઓછા 10 મિનિટ સુધી પીવાનું પાણી ને સખત ઉકાળો
  • 4 કપ પાણીમાં આયોડિનના ટિંકચરના 5 ટીપાં ઉમેરીને 30 મિનિટ રાહ જુઓ. આયોડિનનું ટિંકચર એ એક પ્રવાહી છે જે તમે મોટાભાગની ફાર્મસીઓ અથવા કેમ્પિંગ માલ સ્ટોર્સ પર ખરીદી શકો છો. સૂક્ષ્મજીવને મારવા માટે લોકો વાગ્યા પર પણ તેનો ઉપયોગ કરે છે. જીઆર્ડિયા ને મારવામાં તે બ્લીચ કરતા પણ વધુ સારું છે.
  • સારી પાણી ફિલ્ટરિંગ સિસ્ટમનો ઉપયોગ કરવો

જો તમને લાગે કે તમને સાલ્મોનેલ્લા ચેપ લાગી શકે છે, તો તમારા ડૉક્ટર અથવા મિડવાઇફ ને વાત કરો. મોટાભાગની સગર્ભા સ્ત્રીઓને સારવારની જરૂર હોતી નથી. જો તમારી નિયત તારીખ નજીક હોય, અને તમે ખૂબ બીમાર પાડો તો તમારે સારવારની જરૂર પડી શકે છે.

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Skype
Telegram
Dr. Harsh J Shah