બાળકોમાં કબજિયાત

 • આ તમારા બાળકના વયપર આધાર રાખે છે:

  • જીવનના પ્રથમ અઠવાડિયામાં, મોટાભાગના શિશુઓમાં દરરોજ 4 અથવા વધુ વાર મળ કાઢવાની પ્રક્રિયા થઇ શકે છે. તેઓ નરમ અથવા પ્રવાહી જેવા હોઈશકે છે.
  • જન્મ ના પ્રથમ 3 મહિનામાં, અમુક બાળકોમાં દરરોજ 2 અથવા વધુ વાર મળ કાઢવાની પ્રક્રિયા હોય છે. બાકી બીજા શિશુઓમાં, દર અઠવાડિયે 1 હોય છે.
  • 2 વર્ષની ઉંમરથાય ત્યારે, મોટાભાગના બાળકોમાં દરરોજ ઓછામાં ઓછી 1વાર મળ કાઢવાની પ્રક્રિયા હોય છે. તેઓ નરમ પણ નક્કર હોય છે.
  • દરેક બાળક અલગ હોય છે. અમુક, દરેક ભોજન પછી મળ કાઢવાની પ્રક્રિયા કરે છે. બીજા, દર બીજા દિવસે મળ કાઢવાની પ્રક્રિયા કરતા હોય છે.

જો તમારા બાળક ને કદાચ:

 • મળ કાઢવાની પ્રક્રિયા,સામાન્ય કરતા ઓછી થઇ હોય તો
 • મળ જે સામાન્ય કરતા સખત અથવા મોટી થઇ હોય તો
 • મળ કાઢવાની પ્રક્રિયા વખતે પીડા અનુભવે
 • તેની પીઠ ઊંચી (કમાન જેવી)બનાવે અને રડતું હોય તો(જો હજી પણ નાનું શિશુ હોય તો)
 • બાથરૂમમાં જવાનું ટાળે, “નાચ કરે”, અથવા જ્યારે તેને અથવા તેણીને મળ નીકળવાનીપ્રક્રિયા આવતી હોય ત્યારે તે છુપાઈ જાય. જ્યારે તમે એને પોટી બાથરૂમમાં કરવાનું(શૌચાલય પ્રશિક્ષિત) શીખવતા હોવ, અને એ શાળા જવાનું શરૂ કરે, તે વખતે આવું ઘણીવાર થાય છે.
 • અન્ડરવેરમાં મળ થોડી માત્રામાં લિક થવું (જો તેણી શૌચાલય પ્રશિક્ષિત હોય તો)

હળવા અથવા ટૂંકા સમય થી થયેલા કબજિયાત વાળા બાળકોમાં, સામાન્ય રીતે કેટલાક સરળ ફેરફારો સાથે સમસ્યા જતી રહે છે અથવા કે મટી જાય છે. તમારા બાળકને:

 • ફાયબરવાળાવધુ ફળ, શાકભાજી, અનાજ અને અન્ય ખોરાક આપો
 • (Prunes) પૃન્સનો રસ, સફરજનનો રસ અથવા (Pear) પિઅરનો રસ પીવડાવો
 • જેમાં દૂધ નો સમાવેશ ના ગણિયે એવું,ઓછામાં ઓછું 1 લિટર (liter)પાણી અને પીણું જે દરરોજ પીવડાવો(2 વર્ષથી વધુના બાળકો માટે)
 • દૂધ, દહીં, ચીઝ, અને આઈસ્ક્રીમખવડાવાનું ટાળો
 • ભોજન કર્યા પછી 5 અથવા 10 મિનિટ માટે શૌચાલય પર બેસાડો, જો તેણી અથવા તેણી શૌચાલય પ્રશિક્ષિત છે. (જરૂર પડે તો, ફક્ત ત્યાં બેસવા માટે પુરસ્કારોઆપો)
 • જો તમેય હજુ પોટ્ટી ટ્રેનિંગ કરી રહ્યા છો, તોહ થોડા વખત માટે આ તાલીમ ને બંધ કરી દો.

તમારા બાળકને ડૉક્ટર પાસે તરત લઇ જાઓ, જો:

 • તે અથવા તેણી 4 મહિનાથી ઓછી ઉંમરની છે
 • તે અથવા તેણી ને વારંવાર કબજિયાત થાય છે
 • તમે ઉપર સૂચિબદ્ધપગલાઓ24 કલાકથી અજમાવી રહ્યા છો, પરંતુ તમારા બાળકને હજુ મળ નીકળ્યું નથી અથવા મળ કાઢ્યું નથી
 • મળમાં અથવા ડાયપરમાંઅથવા અન્ડરવેર પર લોહી નીકળ્યું હોય તો
 • તમારા બાળકને ગંભીર પીડા થતી હોય તો
Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Skype
Telegram
Dr. Harsh J Shah