...
 • જ્યારે તમને કઈં પણ ખાવાનું ગળી જવામાં તકલીફ થતી હોય, ત્યારે એને ડિસ્ફેજિયા કહેવાય છે. કેટલીકવાર, જો તમે ખૂબ જ ઝડપથી ખાવ છો અથવા તમારા ખોરાકને સારી રીતે ચાવતા નથી, તો ડિસ્ફેજિયા થતું હોય એમ કહેવાય છે. પરંતુ જો તમને ડિસ્ફેજિયા થયો છે, તો તમને ગંભીર તબીબી સમસ્યા છે જેનો તરત જ ઉપચાર કરવાની જરૂર છે.

સામાન્ય રીતે, ડિસ્ફેજિયા તમારા પાચક ભાગ (આકૃતિ) ના ઉપરના ભાગમાં કોઈ સમસ્યાને કારણે થતું હોય છે. મોટેભાગે, આ સમસ્યા એસોફેગસ ની ટ્યુબમાં — જે તમારા મોંને તમારા પેટ સાથે જોડે છે — (Esophagus) એટલે કે અન્નનળી માં હોય છે. પરંતુ, તે મોં અથવા ગળામાં કોઈ સમસ્યાને કારણે પણ થઈ શકે છે.

લક્ષણોમાં આ પ્રમાણે હોઈ શકે છે:

 • કશું પણ ગળી ના શકતા હોય એવી સ્થિતિ
 • ગળતી વખતે અતિશય પીડા થવી
 • એવું લાગે કે ખોરાક તમારા ગળામાં અથવા છાતીમાં અટવાય છે
 • ગળતી વખતે ખાંસી અથવા ગુંગળામણ
 • ખુબ જ લાળ ઝરવું અથવા તો ટપકવું (જેને ડ્રૂલિંગ – Drooling કહેવાય)

બોલવામાં મુશ્કેલી થવી

જો તમને ઉપરના લક્ષણોમાંથી કોઈ પણ લક્ષણ દેખાય અથવા તો અનુભવ થાય તો તમારા ડૉક્ટર ને તરત જ બતાવવા જવું જોઈએ. જો તમે તમારા પોતાના લાળને ગળતી વખતે ખુબ પીડા થતી હોય, અને ખુબ જ લાળ ઝરતું અથવા તો ટપકતું (ડ્રૂલિંગ થતું – Drooling) હોય, અથવા બોલવામાં તકલીફ થતી હોય, તો તરત જ ડૉક્ટર ને તરત જ બતાવવું જોઈએ.

હા. તમારા ડૉક્ટર એના માટે પરીક્ષા કરશે, અને તમારા લક્ષણો વિશે પૂછશે. અન્ય પરીક્ષણ આ પ્રમાણે હોઈ શકે છે:

 • બેરિયમ એક્સ-રે (Barium X-Ray) – આ પરીક્ષણ માટે, તમને એક ગાઢું પ્રવાહી પિવા આપશે, જેને “બેરિયમ સોલ્યુશન” (barium solution) કહે છે. તે તમારા અન્નનળીના અંદરના ભાગ પર એક સ્તર બનાવે છે. બેરિયમ પદાર્થ એક્સ-રે પર દેખાય છે, તેથી ડૉક્ટર અન્નનળીમાં કોઈ સમસ્યા હોય તે જોઈ શકે છે.
 • ગળી જવાનો પરીક્ષણ – આ પરીક્ષણ માટે, તમે બેરિયમ ના સ્તર વાળા વિવિધ ખોરાક ખાવા માટે કહે છે. જો તમને તમારા મોં અથવા ગળામાં ના સ્નાયુઓમાં સમસ્યા હોય તો, સમગ્ર પરીક્ષણ દરમિયાન લેવામાં આવેલા એક્સ-રે જ્યાં તકલીફ છે એ બતાવે છે. આ પરીક્ષણને “વિડિઓ ફ્લોરોસ્કોપી” (video fluoroscopy) પણ કહેવામાં આવે છે.
 • અપર એન્ડોસ્કોપી (Upper Endoscopy) – આ પરીક્ષણ માં, ડૉક્ટર તમારા મોં માં થી, તમારા ગળામાં થી પસાર થઇ ને, અને તમારા અન્નનળીમાં પાતળી, લવચીક (flexible) નળી નાખે છે. આ નળી (જેને એન્ડોસ્કોપ – Endoscope – કહેવામાં આવે છે) પર પ્રકાશ વાળો એક કૅમૅરા લગાવેલો હોય છે, તેથી ડૉક્ટર ને અન્નનળીની અંદર જોવા મળે છે.

મેનોમેટ્રી (Manometry) – આ પરીક્ષણ, તમારા અન્નનળીની અંદર વિવિધ સ્થળોએ દબાણને માપે છે. આ દબાણની સંવેદના જોવા માટે, એક નાની ટ્યુબ તમારા નાક દ્વારા, તમારા ગળાની નીચે થઇ ને, અને તમારા અન્નનળીમાં દાખલ કરવામાં આવે છે. પરીક્ષણના પરિણામો તમારા ડૉક્ટરને બતાવશે કે તમને ગળી જવામાં મદદ કરતા સ્નાયુઓ કેટલી સારી રીતે કાર્યરત છે.

જે કારણ થી તમને ડિસ્ફેજિયા થાય છે, એના પર નિર્ભર છે કયો ઉપચાર કરવામાં આવશે:

જો તમારા મો માં, અને ગળાના ઉપરના ભાગમાં કોઈ બીજા કારણ કે સમસ્યાને કારણે તમને ડિસ્ફેજિયા થાય છે, તો તમારા ડૉક્ટર તમને કોઈ બોલવાના અથવા ગળી જવા નિષ્ણાતનો સંપર્ક કરવા કહી શકે છે. 

આ નિષ્ણાત  ડૉક્ટર, તમને ખાવાનું ગળી જવામાં મદદ કરવા માટે કસરતો શીખવશે, અને તમારા આહારમાં ફેરફાર કરવાની રીતો પણ સૂચવી શકે છે.

જો સમસ્યા તમારા અન્નનળીને અસર કરે છે, તો સારવારમાં શામેલ હોઈ શકે છે:

 • એસોફેગલ ડાયલેશન (Esophageal Dilation) – આ પ્રક્રિયા માટે, ડૉક્ટર એન્ડોસ્કોપનો ઉપયોગ કરે છે, જેના પર એક ખાસ ફુગ્ગો (બલૂન Balloon) લગાવેલો હોય છે. ડૉક્ટર આ ફુગ્ગા ને ધીમે ધીમે ખેંચીને, તમારા અન્નનળીને વિસ્તૃત કરવા માટે ખાસ પ્રક્રિયા કરશે.
 • શસ્ત્રક્રિયા – અન્નનળીમાં કોઈપણ ગાંઠ અથવા અન્ય અસામાન્ય પેશીઓને દૂર કરવા માટે ડોકટરો શસ્ત્રક્રિયા કરી શકે છે.
 • દવાઓ – ડિસ્ફેજિયાની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતી દવાઓમાં શામેલ છે:
  • દવાઓ — કે જે પેટમાં રહેલું એસિડ ઘટાડે છે, જેમ કે પ્રોટોન પંપ અવરોધકો (Proton Pump Inhibitors) 
  • અન્નનળીના ચેપની સારવાર માટે ની વિશેષ દવાઓ.

પેપ્ટીક અલ્સર મટાડવામાં મદદ કરવા અને ભવિષ્યના પેપ્ટીક અલ્સરને રોકવા માટે, તમે આ કરી શકો છો:

 • ધૂમ્રપાન નહીં કરો એટલે કે બંધ કરી દો.
 • NSAIDs ન લો (જો શક્ય હોય તો)
Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Skype
Telegram
Dr. Harsh J Shah Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.