WhatsApp Skip to main content

Dr. Harsh J Shah

ઉપરના ભાગના Rectal Cancer ની સર્જરી — High Anterior Resection, અને ઊંચાઈ શા માટે બધું નક્કી કરે છે

Dr Harsh Shah · Rectal Cancer Surgeon · Apollo Hospital, Bhat, Gandhinagar અને Gota OPD, Ahmedabad

ઉપરના ભાગનું rectal cancer એટલે મલાશય (rectum) ના સૌથી ઉપરના ત્રીજા ભાગમાં થયેલી ગાંઠ — peritoneal reflection નામની જે પડદાની ગડી પેલ્વિસ અને પેટને અલગ પાડે છે, તેનાથી ઉપર. આ એક જ વાત આખો plan બદલી નાખે છે: operation High Anterior Resection થાય છે, મોટાભાગે radiotherapy ની જરૂર જ પડતી નથી, અને મોટાભાગના દર્દીઓને stoma વગર જ ચાલે છે.

Dr Harsh Shah કોણ છે

Dr Harsh Shah, rectal cancer surgeon, Ahmedabad

Shah’s Gastro, Cancer & Robotic Surgery Centre

Dr Harsh Shah
MS, MCh (Surgical Gastroenterology), DrNB (Surgical Gastroenterology)
Rectal Cancer Surgeon
· Apollo Hospital, Bhat, Gandhinagar · Gota OPD, Ahmedabad

Surgical gastroenterology માં બે વાર qualified, અને આ દર્દીઓને વર્ષો સુધી follow up કરતા રહ્યા છે. એક surgeon તરીકે કહું — આંતરડાના આ ભાગની ગાંઠોમાં જ સૌથી વધારે over-treatment થાય છે. જેની જરૂર નહોતી એવું radiotherapy, કે જેની જરૂર નહોતી એવો stoma — ખાલી એટલા માટે કે “rectal cancer” લખાઈ ગયું અને કોઈએ પૂછ્યું જ નહીં કે ગાંઠ કેટલી ઊંચે છે. Google rating Gota clinic પર 216 reviews માંથી 4.89, અને Apollo, Bhat listing પર 17 reviews માંથી 4.94.

"ઉપરનું" rectal cancer એટલે શું, અને peritoneal reflection શા માટે સારવાર નક્કી કરે છે

ઉપરનું rectal cancer એટલે ગુદાદ્વારથી લગભગ અગિયારથી પંદર સેન્ટિમીટર ઉપર, peritoneal reflection ની ઉપર થયેલી ગાંઠ. એ લીટીથી ઉપરની ગાંઠ નીચેના rectal cancer કરતાં colon cancer જેવું વર્તન કરે છે, અને સારવાર પણ એ જ રીતે થાય છે.

મલાશય માંડ પંદર સેન્ટિમીટર લાંબું છે, અને surgeon એને ત્રણ ભાગમાં વહેંચે છે — કારણ કે દરેક ભાગનો પ્રશ્ન જુદો છે. સૌથી નીચે પ્રશ્ન sphincter સ્નાયુનો છે, એ બચાવી શકાશે કે નહીં. વચ્ચે પ્રશ્ન margin નો છે, ગાંઠ આજુબાજુના પડદાની કેટલી નજીક પહોંચી છે. ઉપર આ બેમાંથી એકેય પ્રશ્ન નથી — ચારે બાજુ જગ્યા છે, sphincter ઘણું દૂર છે, અને ગાંઠનો અમુક ભાગ સાંકડા પેલ્વિસની અંદર નહીં પણ તેની ઉપર હોય છે.

એટલે જ ઊંચાઈ બરાબર માપવી પડે. Dr Harsh Shah પહેલી જ visit માં rigid sigmoidoscopy થી માપે છે, કારણ કે flexible colonoscope sigmoid માં વળી જાય છે અને ગાંઠ છે એના કરતાં ઊંચી બતાવે છે. Flexible scope પર “બાર સેન્ટિમીટર” લખાયેલી ગાંઠ ક્યારેક વચ્ચેના ભાગની ગાંઠ નીકળે છે — અને એનો plan સાવ જુદો હોય છે. પછી MRI peritoneal reflection સાથેનો સંબંધ પાકો કરે છે.

ગાંઠ એ લીટીની ઉપર હોય તો guideline સ્પષ્ટ છે: એને rectal નહીં, colon cancer ના રસ્તે લઈ જવાય છે. નીચેની બધી વાતો એ જ નિર્ણયમાંથી નીકળે છે.

જેને હરસ સમજીને મલમ લગાવ્યો — કઈ બીમારીઓ સાથે ભૂલ થાય છે

ઉપરનું rectal cancer મોડું પકડાવાનું સૌથી મોટું કારણ એક જ છે — લોહી પડ્યું, ઘરમાં હરસ ગણી લીધું, અને મહિનાઓ સુધી મલમ ચાલ્યો. બીજી કેટલીય બિન-ગંભીર બીમારીઓમાં પણ બરાબર આ જ રીતે લોહી પડે છે, અને જોયા વગર એમાંથી કોઈને કેન્સરથી અલગ પાડી શકાતું નથી.

સંડાસ સાથે કે પછી લોહી, અધૂરું ઊતર્યાની લાગણી, સંડાસ પાતળું થઈ જવું — હરસ, fissure, proctitis, ulcerative colitis, solitary rectal ulcer અને સાદો polyp, બધામાં આ જ થાય છે. કેન્સરમાં પણ આ જ થાય છે. લક્ષણો એને અલગ પાડતાં નથી. ફક્ત જોવાથી અલગ પડે છે, અને એ જોવામાં એક જ visit જાય છે.

બે વાત ચોખ્ખી કહી દઉં. પહેલી — તપાસમાં હરસ મળી જાય એટલે વાત પૂરી નથી થતી; હરસ અને ગાંઠ એક જ વ્યક્તિમાં સાથે હોઈ શકે, અને હરસ જલદી હાથમાં આવી જાય છે. બીજી — Dr Harsh Shah હરસ, fissure કે fistula ની સારવાર કરતા નથી; ફક્ત એટલું જ નીકળે તો દર્દીને યોગ્ય colleague પાસે મોકલી આપવામાં આવે છે. અહીં જેની સારવાર થાય છે એ scope અને biopsy થી સાબિત થયેલી ગાંઠ છે.

ઉપરના ભાગનો મોટો polyp અલગ વાત છે. મોટાભાગના colonoscopy માં જ આખા નીકળી જાય છે. અમુક બહુ મોટા કે બહુ સપાટ હોય તો operation માં કાઢવા પડે, અને એમાંના થોડા pathologist ના report માં શરૂઆતનું કેન્સર નીકળે છે — એટલે એ કાઢવાનું planning પહેલેથી એ શક્યતા સાથે જ થાય છે.

કયા test સારવાર નક્કી કરે છે — અને એનો ક્રમ

યાદી કરતાં ક્રમ વધારે અગત્યનો છે. તપાસ અને rigid scope ઊંચાઈ નક્કી કરે છે; biopsy નિદાન પાકું કરે છે; pelvic MRI કહે છે કે આ ખરેખર ઉપરની ગાંઠ છે કે નહીં; પછી આખું colonoscopy અને CT scan. MRI આવ્યા પહેલાં સારવારનો કોઈ નિર્ણય લેવાતો નથી.

ઉપરના rectal cancer માં દરેક test શું આપે છે
Testશું નક્કી કરે છેક્યારે
આંગળીથી તપાસગાંઠ હાથમાં આવે છે કે નહીં — ખરેખર ઉપરની ગાંઠ હોય તો સામાન્ય રીતે નથી આવતી, અને એ પોતે જ માહિતી છેપહેલી visit, હંમેશાં
Rigid sigmoidoscopy અને biopsyગુદાદ્વારથી સાચી ઊંચાઈ, અને નિદાન માટેનો ટુકડોપહેલી visit કે તરત પછી
Pelvic MRIગાંઠ peritoneal reflection ની ઉપર છે કે નીચે, કેટલી ઊંડી છે, ગાંઠો અને નસોની સ્થિતિકોઈ પણ નિર્ણય પહેલાં
આખું colonoscopyઉપર બીજી ગાંઠ તો નથી ને, અને operation પહેલાં બાકીનું આંતરડું ચોખ્ખું છે કે નહીંOperation પહેલાં
CT chest, abdomen, pelvisરોગ આંતરડાની બહાર ફેલાયો છે કે નહીંસારવાર શરૂ થતાં પહેલાં
CEA blood testFollow up માં સરખામણી માટેનો baselineસારવાર શરૂ થતાં પહેલાં

પછી દરેક કેસ tumour board પર જાય છે — surgeon, medical oncologist, radiation oncologist, radiologist અને pathologist એક સાથે — અને ત્યાર પછી જ દર્દીને plan આપવામાં આવે છે.

Colonoscopy માં rectal ગાંઠ કેવી દેખાય છે અને report માં શું લખાવું જોઈએ, એ વિશે Dr Harsh Shah (English માં).

અહીં સારવાર મોટાભાગે operation થી જ શરૂ થાય છે, એ પહેલાં નહીં

ઉપરના મોટાભાગના rectal cancer માં operation પહેલું આવે છે. Operation પહેલાંનું radiotherapy સાંકડા પેલ્વિસની અંદર રોગ પાછો આવતો અટકાવવા માટે અપાય છે — અને peritoneal reflection ની ઉપરની ગાંઠ મોટાભાગે એ પેલ્વિસની બહાર જ છે. એટલે જે સારવારની લાંબા ગાળે સૌથી મોટી કિંમત ચૂકવવી પડે છે, એ જ સારવાર આ ગાંઠને સામાન્ય રીતે જોઈતી નથી.

મોટાભાગનાં કુટુંબો આનાથી ઊલટું ધારીને આવે છે. Rectal cancer વિશે વાંચે છે, operation પહેલાં મહિનાઓની radiotherapy ની વાતો વાંચે છે, અને માની લે છે કે એ જ રસ્તો છે. નીચેની કે વચ્ચેની ગાંઠમાં ઘણી વાર એ સાચું હોય છે. ઉપરની ગાંઠમાં સામાન્ય રીતે નથી હોતું.

Chemotherapy ની જગ્યા હજુ પણ છે, પણ એ મોટાભાગે operation પછી આવે છે — pathologist આખું specimen જોઈને lymph node ની સ્થિતિ કહે, ત્યાર પછી નક્કી થાય છે. Colon cancer માં પણ આ જ તર્ક વપરાય છે, અને અહીં પણ એ જ કારણસર વપરાય છે.

અપવાદો MRI માં દેખાય છે, ચોપડીમાં નહીં — આંતરડાની દીવાલ ભેદીને બાજુમાં ઘૂસેલી મોટી ગાંઠ, જોખમમાં આવેલું margin, કે નસો સાથે ફેલાયેલો રોગ. એવા દર્દીઓને operation પહેલાં સારવાર અપાય છે. નિર્ણય MRI કરે છે, એટલે MRI ક્યારેય છોડાતું નથી.

Operation — High Anterior Resection અને partial mesorectal excision

ઉપરના rectal cancer નું operation High Anterior Resection છે: ગાંઠવાળો આંતરડાનો ટુકડો, તેની આજુબાજુની ચરબીના આવરણ સાથે, ગાંઠથી નીચે નક્કી કરેલા અંતર સુધી કાઢવામાં આવે છે — છેક પેલ્વિસના તળિયા સુધી નહીં — અને બંને છેડા જોડી દેવાય છે.

આવરણ જ મુખ્ય વાત છે. મલાશયની આજુબાજુની ચરબીમાં જ એ lymph node હોય છે જ્યાં રોગ પહેલો પહોંચે છે, અને એ આવરણ ફાટ્યા વગર આખું બહાર આવવું જોઈએ. નીચેની ગાંઠમાં એ આખેઆખું, પેલ્વિસના તળિયા સુધી કાઢવું પડે છે. ઉપરની ગાંઠમાં નહીં — ગાંઠથી નક્કી અંતર નીચે એને કાપી લેવાય છે, જેમાં જોખમવાળી બધી ગાંઠો આવી જાય છે અને નીચેનું મલાશય તથા નસો અકબંધ રહે છે. ઊંડા પેલ્વિસમાં ઓછું કામ થાય છે, એટલે જ આ operation પછી સંડાસ અને પેશાબ પરનો કાબૂ સામાન્ય રીતે વધારે સારો રહે છે.

Pathologist એ આવરણ કેટલું આખું છે અને દરેક margin કેટલું ચોખ્ખું છે એની grade આપે છે. એ grade જ operation નું સાચું માપ છે — ટાંકાની લંબાઈ નહીં.

Approach વિશે: આ operation માટે laparoscopic અને robotic બંને સારી રીતે સ્થાપિત છે, અને આ ઊંચાઈએ પેલ્વિસ એટલું સાંકડું નથી જેટલું નીચે હોય છે. કયો રસ્તો લેવો એ દરેક દર્દી પ્રમાણે નક્કી થાય છે અને consent વખતે કહેવાય છે. જે ક્યારેય બાંધછોડમાં નથી આવતું એ specimen છે — plane ખોવાતું લાગે તો operation ખચકાટ વગર ખુલ્લામાં બદલી નખાય છે.

એક સ્થિતિમાં ક્રમ આખો બદલાય છે. ગાંઠે આંતરડું બંધ કરી દીધું હોય તો staging વગર તાત્કાલિક operation કરાતું નથી — પહેલાં stoma મૂકીને રસ્તો ખોલાય છે, staging પૂરું થાય છે, અને કેન્સરનું operation પછી આયોજનપૂર્વક થાય છે.

ઉપરના rectal cancer માં મોટાભાગે stoma કેમ નથી જોઈતો

Protective ileostomy ગુદાદ્વારની નજીકના જોડાણને સાચવવા માટે મૂકાય છે, જ્યાં leak થાય તો સંભાળવું અઘરું પડે. High Anterior Resection માં જોડાણ એ વિસ્તારથી ઘણું ઉપર થાય છે, એટલે મોટાભાગના દર્દીઓને stoma જોઈતો જ નથી — કામચલાઉ પણ નહીં ને કાયમી પણ નહીં.

અપવાદો પણ એટલા જ ચોખ્ખા કહેવા જોઈએ. આંતરડું બંધ થઈ ગયું હોય, પહેલાં પેલ્વિસમાં radiotherapy લીધું હોય, નબળા ખોરાક કે steroid ને કારણે પેશીઓ નબળી હોય, કે ગાંઠ ધાર્યા કરતાં નીચે ઊતરી હોવાથી જોડાણ નીચું થઈ જાય — આવા કિસ્સામાં કામચલાઉ stoma મૂકાય છે. આ ઊંચાઈએ કાયમી stoma બહુ જ ઓછા કિસ્સામાં જોઈએ છે. જ્યાં થોડી પણ શક્યતા હોય ત્યાં operation પહેલાં જ જગ્યા marking થાય છે અને bag સમજાવી દેવાય છે — પછી ખબર પડે એવું થતું નથી.

બીજી સાચી વાત એ કે stoma વગર પણ સંડાસ તરત સામાન્ય થઈ જતું નથી. શરૂઆતના મહિનાઓમાં વારંવાર જવું પડે, રોકાય નહીં, એકસાથે અનેક વાર જવું પડે — આ સામાન્ય છે અને મોટાભાગનામાં ધીમે ધીમે બેસી જાય છે. એની સારવાર થાય છે, રાહ જોવાની નથી હોતી.

ક્યારે મોટું operation જવાબ નથી

ઉપરના મલાશયની દરેક ગાંઠ માટે આંતરડું કાઢવું પડતું નથી. યોગ્ય દર્દીમાં શરૂઆતનું કેન્સર ગુદાદ્વાર વાટે આખું કાઢી શકાય છે, અને આ ઊંચાઈએ મળતી ઘણી ગાંઠો તો સાદા polyp હોય છે જે colonoscopy માં જ પૂરેપૂરા નીકળી જાય છે.

Local removal ત્યારે જ શક્ય છે જ્યારે આખું ચિત્ર સાથ આપે — નાની ગાંઠ, MRI અને scope પર સૌથી ઉપરના પડ પૂરતી મર્યાદિત, microscope નીચે સારો દેખાવ, અને ગાંઠો કે નસોમાં ફેલાવાની કોઈ નિશાની નહીં. એ ગુદાદ્વાર વાટે થાય છે અને દર્દીનું આંતરડું બચી જાય છે. શરત સાચી છે — pathologist ના report માં પ્રતિકૂળ લક્ષણો નીકળે તો પૂરું resection કરવું પડે છે, અને એ વાત પહેલાં જ સમજાવી દેવાય છે, પછી નહીં.

બીજી બે સ્થિતિમાં પણ operation પહેલું નથી આવતું. રોગ આંતરડાની બહાર ફેલાઈ ગયો હોય તો પહેલાં systemic સારવાર ચાલે છે અને પસંદગીના દર્દીઓમાં પછી operation વિચારાય છે. અને કોઈ મોટા પેટના operation માટે ખૂબ નબળા હોય તો સાચી વાત એ છે કે તકલીફો સારી રીતે કાબૂમાં રાખવી — એવું operation નહીં જેમાંથી એ ઊભા જ ન થઈ શકે.

Dr Harsh Shah ના એક દર્દી જણાવે છે કે શરૂઆતનું કેન્સર ધરાવતી મલાશયની ગાંઠ આંતરડું કાઢ્યા વગર, ગુદાદ્વાર વાટે કેવી રીતે કઢાઈ (English માં).

Dr Harsh Shah ના rectal cancer ના દર્દીઓ શું કહે છે

★★★★★

“We came from Udaipur, Rajasthan for my husband's rectal cancer surgery. Dr. Harsh Shah performed the operation with great expertise and care. He explained everything clearly and supported us throughout the treatment. The surgery was successful, and we are very grateful for the excellent care we received. Dr. Harsh Shah is one of the best rectal cancer surgeons. Highly recommended!" — Bhupendar Dave, 5 stars, Dr Harsh Shah, Gota, Ahmedabad”

★★★★★

“I underwent surgery for rectal cancer by Dr. Harsh Shah, and I am very satisfied with the entire experience. He is truly one of the best doctors for rectal cancer surgery. His expertise, care, and guidance made a big difference in my recovery. The surgery went smoothly, and I felt confident throughout the treatment process. Highly recommended for anyone looking for the best care in rectal cancer treatment." — Mamta Somar, 5 stars, Dr Harsh Shah, Gota, Ahmedabad”

★★★★★

“I was operated by Dr. Harsh Shah for rectal cancer, and I am extremely grateful for his expertise and care. He is highly skilled, very approachable, and explained every step of the treatment and surgery in detail, which gave me a lot of confidence. The surgery went smoothly, and my recovery has been excellent under his guidance. In my experience, he is truly the best rectal cancer surgeon in Ahmedabad, and I would strongly recommend him to anyone looking for the best cancer care." — Ramniwas Sharma, 5 stars, Dr Harsh Shah, Gota, Ahmedabad”

આ Dr Harsh Shah ના listing પરથી, શબ્દેશબ્દ એમ ને એમ મૂકેલી Google reviews છે — rectal cancer ની સારવાર લીધેલા દર્દીઓની, જે ભાષામાં અને જે જોડણીમાં લખાઈ છે તે જ રીતે.

Dr Harsh Shah સાથેની તમારી સારવારની સફર

પહેલી consultation થી પૂરેપૂરા સાજા થવા સુધી પાંચ તબક્કા છે, અને દરેક તબક્કે તમને કહેવામાં આવે છે કે હવે પછી શું અને ક્યારે.

  1. Consultation નક્કી કરો. Call કે WhatsApp કરો. તમારી પાસે જે scan, scope report અને biopsy slide હોય તે લઈ આવો. Dr Harsh Shah પહેલી જ visit માં જાતે તપાસે છે અને rigid scope થી ઊંચાઈ માપે છે, કારણ કે એ માપ જ પછીનું બધું નક્કી કરે છે.
  2. Test અને plan. જે બાકી હોય તે ગોઠવાય છે — સૌથી પહેલાં pelvic MRI, પછી આખું colonoscopy, CT scan અને blood test. પછી આખી team કેસની ચર્ચા કરે છે: surgeon, medical oncologist, radiation oncologist, radiologist અને pathologist. Operation પહેલાં કંઈ જોઈએ છે કે નહીં એ ત્યાં નક્કી થાય છે.
  3. Operation. ઉપરના મોટાભાગના rectal cancer માં operation પહેલું આવે છે. પહેલાં તમને તૈયાર કરાય છે, કયું operation ધાર્યું છે અને દિવસે શું બદલાઈ શકે એ કહેવાય છે, અને જેમને stoma ની શક્યતા હોય તેમની જગ્યા આગળથી marking થાય છે.
  4. ટૂંકો hospital stay. Operation ના દિવસે જ ખુરશીમાં બેસાય છે અને પ્રવાહી લેવાય છે, બીજા દિવસે ખાવાનું ચાલુ, અને પહેલા દિવસથી ચાલવાનું. મોટાભાગના લગભગ એક અઠવાડિયામાં ઘરે જાય છે.
  5. Follow up અને પૂરો સાજાપણો. બે અઠવાડિયે તપાસ, histology ની ચર્ચા અને જરૂર હોય તો chemotherapy નો સંદર્ભ; પછી નક્કી સમયપત્રક પ્રમાણે તપાસ, વજન, blood test અને scan, અને એક વર્ષે colonoscopy.

ખર્ચ, insurance અને દાખલ થવાની તૈયારી

આ operation નો એક નક્કી આંકડો આપી શકાતો નથી, કારણ કે ખર્ચ રસ્તા પ્રમાણે, કેટલા દિવસ રહેવું પડે એ પ્રમાણે અને room category પ્રમાણે બદલાય છે. દાખલ થતાં પહેલાં તમારા પોતાના plan નું લેખિત estimate અને policy છૂટ આપે તો cashless pre-authorisation કરી આપવામાં આવે છે.

ખર્ચ શેનાથી બદલાય: કયા રસ્તે operation થાય છે, કેટલા દિવસ રોકાવું પડે, કઈ room લીધી, અને પછી chemotherapy આવે છે કે નહીં. જે ઉપરના rectal cancer માં radiotherapy અને stoma બેમાંથી એકેય જોઈતું નથી, એનો stay સામાન્ય રીતે નીચેના rectal cancer કરતાં ટૂંકો રહે છે — અને એ estimate માં દેખાય છે.

Insurance માટે office દાખલ થતાં પહેલાં pre-authorisation તૈયાર કરીને મોકલી આપે છે. સાથે લાવો: policy ના કાગળ અને card, ફોટાવાળું ઓળખપત્ર, scan ની CD, scope અને biopsy ના report, અને રોજની દવાઓની યાદી doses સાથે.

ઉપરના rectal cancer વિશે દર્દીઓ જે પૂછે છે

લોહી પડતું હતું, બધાએ હરસ કહ્યું — કેન્સર પકડાવામાં મોડું થઈ ગયું?

આ સૌથી વધારે પુછાતો સવાલ છે અને એનો જવાબ scope થી જ મળે છે, અનુમાનથી નહીં. મોડું થયું કે નહીં એ MRI અને CT કહેશે. એટલું ચોક્કસ કે હવે અઠવાડિયાં કાઢવાનો અર્થ નથી — તપાસ કરાવી લો, ગમે તે નીકળે, રસ્તો સ્પષ્ટ થઈ જશે.

શું ઉપરનું rectal cancer બીજા rectal cancer કરતાં ખરેખર જુદું છે?

સારવારની દૃષ્ટિએ હા. Peritoneal reflection ની ઉપરની ગાંઠ મોટાભાગે સાંકડા પેલ્વિસની બહાર હોય છે, એટલે એનું જોખમ અને એનું operation બંને colon cancer જેવાં હોય છે. Guideline પણ એટલે જ એવી ગાંઠોને colon ના રસ્તે મોકલે છે.

Radiotherapy લેવું પડશે?

મોટાભાગે નહીં. Operation પહેલાંનું radiotherapy પેલ્વિસની અંદર રોગ પાછો આવતો અટકાવવા માટે હોય છે, અને આ ગાંઠ મોટાભાગે એની બહાર છે. MRI માં મોટી ગાંઠ, જોખમમાં આવેલું margin કે નસોમાં ફેલાવો દેખાય તો જવાબ બદલાય છે — એટલે જવાબ આપતાં પહેલાં MRI વંચાય છે.

Bag લગાવવી પડશે?

મોટાભાગના દર્દીઓમાં નહીં. Protective ileostomy ગુદાદ્વાર પાસેના જોડાણને સાચવવા માટે હોય છે, અને High Anterior Resection માં જોડાણ એનાથી ઘણું ઉપર થાય છે. આંતરડું બંધ થયું હોય, પેશીઓ નબળી હોય કે જોડાણ ધાર્યા કરતાં નીચું આવે તો કામચલાઉ stoma મૂકાય છે.

Colonoscopy માં જ ગાંઠ કાઢી ન શકાય?

ક્યારેક શકાય, અને એ pathologist ના report પર આધાર રાખે છે. આ ઊંચાઈએ મળતી ઘણી ગાંઠો સાદા polyp હોય છે જે colonoscopy માં જ આખા નીકળી જાય છે. પસંદગીના દર્દીમાં શરૂઆતનું કેન્સર ગુદાદ્વાર વાટે આખું કાઢી શકાય છે — અને report પ્રતિકૂળ આવે તો પૂરું operation પછી કરવું પડે છે.

Robotic surgery આ operation માટે વધારે સારી?

Robot નો સાચો ફાયદો નીચેના સાંકડા પેલ્વિસમાં છે. આ ઊંચાઈએ laparoscopic, robotic અને ખુલ્લું — ત્રણેયથી અનુભવી હાથમાં સારું specimen મળે છે. Dr Harsh Shah દરેક દર્દી પ્રમાણે રસ્તો પસંદ કરે છે અને consent વખતે કહે છે; specimen ની ગુણવત્તામાં બાંધછોડ થતી નથી.

Dr Harsh Shah ને ક્યાં મળવું

Shah’s Gastro, Cancer & Robotic Surgery Centre
Gota, Ahmedabad, Gujarat

Google rating 4.89 from 216 reviews

Get directions

Apollo Hospital
Bhat, Gandhinagar, Gujarat

Google rating 4.94 from 17 reviews

Get directions

Dr Harsh Shah અમદાવાદ–ગાંધીનગર વિસ્તારમાં બે જગ્યાએ બેસે છે: Gota, Ahmedabad ની clinic અને Apollo Hospital, Bhat, Gandhinagar.

Rectal cancer ના operation માટે દર્દીઓ આખા ગુજરાતમાંથી આવે છે — ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર, મહેસાણા અને કચ્છ — અને રાજસ્થાન તથા મધ્યપ્રદેશથી પણ. અમદાવાદની બહારથી આવતા હો તો scan અને report પહેલાં WhatsApp કરી દો, જેથી આવો ત્યારે સમય નિર્ણયમાં જાય, test ગોઠવવામાં નહીં.

Scope માં ઉપરના ભાગમાં ગાંઠ દેખાઈ હોય, તો એ કેટલી ઊંચાઈએ છે એ જ operation નક્કી કરે છે. પહેલી visit માં scope report અને MRI સાથે લાવો. Call +91-63555-64601 · WhatsApp કરો

Rate this page

Get health updates from Dr Harsh Shah on WhatsApp

Swasth Parivar: twice a month, practical advice on recovery, diet and warning signs. No advertising. Stop any time.

Your number is used for these updates and for the clinic to reach you. It is never sold or passed on. To stop, reply STOP on WhatsApp.

Dr. Harsh J Shah
Dr Harsh Shah - Surgical Gastroenterologist and GI Robotic Surgeon, Ahmedabad
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.