...
 • જયારે પેટ અથવા ડ્યુઓડેનમના અસ્તર પર છોલાયેલી કે ઉઝરડાવાળી (ચામડી અથવા કે એવી કોઈ પણ) સપાટી બની જાય છે, ત્યારે એને પેપ્ટીક અલ્સર કહેવાય છે. ડ્યુઓડેનમ (duodenum), એ નાના આંતરડા નો પ્રથમ ભાગ છે.

પેપ્ટીક અલ્સરવાળા કેટલાક લોકોમાં કોઈ લક્ષણો દેખાતા હોતા નથી. અન્ય લોકોમાં લક્ષણો હોઈ શકે છે જેવા કે:

 • પેટના ઉપરના ભાગમાં દુખાવો – પેટમાં અલ્સર થવાથી, વ્યક્તિ ખોરાક ખાય કે તરત જ ઘણીવાર દુખાવો થાય છે. જ્યારે વ્યક્તિનું પેટ ખાલી હોય ત્યારે, ડ્યુઓડેનમમાં અલ્સર ને કારણે ઘણીવાર પીડા અથવા બર્નિંગનું (જલન / બળતરા) કારણ બને છે.
 • થોડો ખોરાક ખાધા પછી ફૂલેલું અથવા સંપૂર્ણ લાગવું
 • ભૂખ લાગતી ન હોય
 • ઉબકા આવવા તથા / અથવા ઉલ્ટી આવી / થવી

આ બધા લક્ષણો અન્ય શરતોને કારણે પણ થઈ શકે છે. પરંતુ જો તમને આ લક્ષણો છે, તો તમારા ડૉક્ટર ને જણાવો.

 • કેટલીકવાર, પેપ્ટીક અલ્સર ગંભીર સમસ્યાઓ તરફ દોરી શકે છે. જેમ કે:
 • રક્તસ્ત્રાવ – ના કારણે, દુર્ગંધિત અને કાળા રંગની મળ અથવા લોહીની ઉલટી થઇ શકે છે.
 • પેટ અથવા ડ્યુઓડેનમની દિવાલમાં એક છિદ્ર – આનાથી પેટમાં અચાનક અને અતિશય દુખાવો થઈ શકે છે.
 • અવરોધ – આંતરડામાં અવરોધ હોઈ શકે છે. તેના કારણે કંઈ પણ ખાદા પછી તરત જ પૂર્ણતા લાગવી, પેટનું ફૂલવું, અપચો, ઉબકા આવવા, અથવા ઉલ્ટી થવી, પેટમાં દુખાવો, તથા વજન ઘટી શકે છે.

પેપ્ટીક અલ્સરના સામાન્ય કારણોમાં નિમ્નલિખિત પ્રમાણે છે:

 • “એચ.પોલોરી” નામના બેક્ટેરિયાના કારણે પેટ અથવા ડ્યુઓડેનમમાં ચેપ લાગવો.
 • “નોનસ્ટીરોઇડ એન્ટી-ઇન્ફ્લેમેટરી દવાઓ” (એનએસએઆઈડીએસ – NSAIDs) નામની દવાઓ – એનએસએઇડ્સમાં પીડા-રાહત આપતી દવાઓ જેવી કે એસ્પિરિન, આઇબુપ્રોફેન, અને નેપ્રોક્સેન છે.

હા. જો તમને પેપ્ટીક અલ્સરનાં લક્ષણો છે, તો તમારું ડૉક્ટર આ કરી શકે છે:

 • એચ. પાયલોરી ચેપ તપાસવા માટેનાં પરીક્ષણો – ડોકટરો આ ટેસ્ટ્સ કરીને એચ.પોલોરી ચેપ ચકાસી શકે છે:
  • શ્વાસના પરીક્ષણો – આ પરીક્ષણો માં વ્યક્તિ ને પીવા માટે વિશેષ પ્રવાહી આપવામાં આવે છે તે પછી તેના શ્વાસમાં પદાર્થોનું માપન કરે છે
  • જે ચેપ માટે મળના નમૂનાની તપાસ માટે લેબ પરીક્ષણો
  • “અપર એન્ડોસ્કોપી” (Upper Endoscopy) તરીકે ઓળખાતી પ્રક્રિયા – અપર એન્ડોસ્કોપી દરમિયાન, ડૉક્ટર વ્યક્તિના મોંમાં થી થઇ ને, પેટ અને ડ્યુઓડેનમ માં નીચેની બાજુએ કેમેરાવાળી પાતળા નળી દાખલ કરે છે. પછી, તે પેટની અસ્તર અને ડ્યુઓડેનમ માં અલ્સર માટે તપાસ કરે છે.

સારવાર એ અલ્સર ના કારણ પર આધારીત છે, પરંતુ મોટાભાગના પેપ્ટિક અલ્સરની દવાઓ થી જ સારવાર કરવામાં આવે છે.

સામાન્ય રીતે, એચ. પાયલોરી ઇન્ફેક્શનવાળા લોકોને ચેપથી છૂટકારો મેળવવા માટે 2 અઠવાડિયા સુધી, 3 અથવા વધુ દવાઓ દ્વારા સારવાર કરવામાં આવે છે. આ સારવારમાં શામેલ હોઈ શકે છે:

 • પેટ જે બનાવે છે તે એસિડની માત્રાને ઘટાડવા માટે ની ખાસ દવાઓ
 • વિવિધ પ્રકારના એન્ટિબાયોટિક્સ (Antibiotics)

કેટલાક લોકોને એવી દવાઓ લેવાની જરૂર પડે છે જે લાંબા સમય સુધી એસિડનું પ્રમાણ ઘટાડે છે. કેટલાક લોકો ને જીવનભર આ દવાઓ લેવી પડે છે.

તમારી દવાઓ લેવાની બાબતમાં તમારા બધા ડોકટરોની સૂચનાઓનું પાલન કરવું અત્યંત મહત્વપૂર્ણ છે. જો તમને, તમારી દવાઓની કોઈ આડઅસર હોય તો તમારા ડોકટરને જણાવો.

જે લોકોને પેપ્ટીક અલ્સરથી ગંભીર સમસ્યા હોય છે તેઓને શસ્ત્રક્રિયા દ્વારા પણ સારવાર લેવાની જરૂર પડી શકે છે.

સારવાર પછી, લોકો ઘણીવાર ફોલો-અપ પરીક્ષણો કરાવે છે. આ પરીક્ષણો હોઈ શકે છે:

 • એચ. પાયલોરી ચેપ દૂર થઈ ગયો છે કે નહીં તેની તપાસ માટે પરીક્ષણો
 • પેપ્ટીક અલ્સર મટ્યું છે કે નહીં તે ચકાસવા માટે અપર એન્ડોસ્કોપી

પેપ્ટીક અલ્સર મટાડવામાં મદદ કરવા અને ભવિષ્યના પેપ્ટીક અલ્સરને રોકવા માટે, તમે આ કરી શકો છો:

 • ધૂમ્રપાન નહીં કરો એટલે કે બંધ કરી દો.
 • NSAIDs ન લો (જો શક્ય હોય તો)
Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Skype
Telegram
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.