ઇ. કોલાઈ (E. Coli) અતિસાર

 • ઇ. કોલાઈ એ એક  એવો બેક્ટેરિયા છે જે પ્રાણીઓ અને લોકો ની પાચક પ્રણાલીમાં રહે છે. દરેક વ્યક્તિ ની અંદર તે હોય જ છે, અને તેઓ સામાન્ય રીતે કોઈ પણ મુશ્કેલીઓ નથી કરતા હોતા. પરંતુ, વિવિધ પ્રકારનાં ઇ. કોલાઈ હોય છે. કેટલાક પ્રકારો, રોગનું કારણ પણ બને છે. એવા કોઈ ભી પ્રકાર ના ઇ. કોલાઈ થી સંક્રમિત ખાદ્ય પદાર્થ ખાવાથી અથવા પીવાથી ઝાડા અથવા બીજા લક્ષણો થઇ શકે છે

  જ્યારે ઇ.કોલાઈ થી કોઈ રોગ ની તકલીફ થાય છે, ત્યારે તે સામાન્ય રીતે પાચનતંત્રમાં જ થાય છે. પરંતુ ઇ.કોલાઈ કેટલીકવાર બીજી બીમારીનું પણ કારણ બની શકે છે જો તે શરીરના એવા ભાગોમાં જાય છે જ્યાં તે સામાન્ય રીતે હોતા નથી. ઉદાહરણ તરીકે, ઇ. કોલાઈ પેશાબની નળીઓનો વિસ્તાર માં ચેપ લાવી શકે છે જો તે પેશાબની નળીઓનો વિસ્તાર  માં પ્રસરાઈ જાય તો.

પાચક સિસ્ટમના ઇ. કોલાઈ ચેપના લક્ષણોમાં આ પ્રમાણે હોય છે:

 • અતિસાર એટલે ઝાડા – જે હળવા અથવા તીવ્ર જેવા અને પાણીદાર અથવા લોહિયાળ હોઈ શકે છે.
 • પેટમાં દુખાવો
 • ઉલટી – આ એક ખાસ પ્રકારનાં ઇ. કોલાઈથી ચેપગ્રસ્ત બાળકોમાં વધુ જોવા મળે છે.

જે ઇ. કોલાઈ લોહિયાળ ઝાડાનું કારણ બને છે, તે કેટલીકવાર કિડની અથવા લોહીમાં પણ સમસ્યા ઉભી કરે છે. આ સામાન્ય નથી, પરંતુ જો તે થાય તો હાલત ગંભીર થઈ શકે છે.

તમારા ડૉક્ટર ને મળો જો તમને:

24 કલાકમાં તમને વાર એકદમ પાણીદાર ઝાડા થયા હોય.

તમને લોહિયાળ ઝાડા થાય છે.

તમને 101.3ºF (38.5ºC) કરતા વધારે તાવ આવે છે જે એક દિવસ પછી પણ જતો નથી

તમને પેટમાં ભારે દુખાવો છે.

તમારી ઉંમર 70 કે તેથી વધુ છે, અને તમને ઝાડા અથવા તાવ છે. 

જો તમારા શરીરમાં અતિસારથી વધારે પાણી ઓછું થયું હોય તો તમારે પણ ડૉક્ટર ને તરત જ મળવું જોઈએ. આને “ડિહાઇડ્રેશન” (Dehydration) કહે છે. ડિહાઇડ્રેશનના લક્ષણો, આ પ્રમાણે હોઈ શકે છે:

 • અતિસાર એકદમ જ પાણીદાર હોય 
 • ખૂબ થાક લાગે છે
 • ખૂબ તરસ લાગે છે 
 • સુકા મોં અથવા જીભ
 • સ્નાયુઓમાં ખેંચાણ
 • ચક્કર આવવા, ખાસ કરીને જ્યારે તમે ઉભા થાઓ ત્યારે 
 • મૂંઝવણ થવી
 • પેશાબ જે ખૂબ જ પીળો છે, અથવા 5 કલાકથી વધુ સમય સુધી પેશાબ કરવાની જરૂર નથી પડી

મોટાભાગના લોકોને ઇ. કોલાઈ કોઈ પણ પરીક્ષણો કરાવવા ની જરૂર નથી હોતી. પરંતુ ડૉક્ટર કદાચ આમ કરવા કહી શકે છે:

 • તમારા મળ ના નમૂના પર પરીક્ષણો
 • રક્ત પરીક્ષણો

અમુક એ કોલાઈ ના પ્રકાર ના લીધે લોહિયાળ ઝાડા થવાના કારણોસર ક્યારેક કિડની અથવા લોહીમાં પણ સમસ્યા  ઉભી થઇ શકે છે. જો તમે ઇ. કોલાઈથી બીમાર છો, તો ડોકટરો આ સમસ્યાઓની તપાસ માટે પરીક્ષણો કરી શકે છે.

મોટાભાગ ના લોકો ને કોઈ ચોક્કસ સારવારની જરૂર નથી હોતી. 

જો કે, ઇ. કોલાઈથી થતા અતિસારની સારવાર સામાન્ય રીતે લેવાતી એન્ટીબાયોટીક દવાઓથી નથી કરવામાં આવતી. કેટલાક પ્રકારના ઇ.કોલાઈ જે ઝાડાનું કારણ બને છે એવા છે, જેના માટે જો એન્ટિબાયોટિક્સ લીધી હોય તો માંદગીને ખરેખર વધુ ખરાબ કરી શકે છે. પરંતુ જો ઇ. કોલાઈ શરીરના અન્ય ભાગોમાં સંક્રમણ કરે છે, તો તમને એન્ટિબાયોટિક્સની જરૂર પડી શકે છે. જે લોકો ડિહાઇડ્રેટ (dehydrate) થાય છે, તેમને એક પાતળા નળી જેને ઇ.વી. (I.V.) કહેવાય છે, એના દ્વારા પ્રવાહીની જરૂર પડી શકે છે. આ નળી, તમારા નાખવામાં આવે છે.આ સારવાર સામાન્ય રીતે હોસ્પિટલમાં આપવામાં આવે છે.

હા. જો તમને ઝાડા થયા છે, તો તમે આ પ્રમાણે  કરી શકો છો:

વધારે પ્રમાણ માં એવા પ્રવાહી પીવો જેમાં પાણી, મીઠું, અને ખાંડ હોય છે. જેમ કે, પાણી થી મિશ્રિત સૂપ બ્રોથ, અથવા રસ હોય છે. જો તમે પૂરતા પ્રમાણમાં પ્રવાહી પીતા હોવ, તો તમારું પેશાબ આછો પીળો અથવા લગભગ સ્પષ્ટ રહેશે. તમને ભૂખ લાગે તો થોડુંક ખોરાક લેવો. સારી પસંદગીઓ બટાટા, નૂડલ્સ, ચોખા, ઓટમીલ, ફટાકડા, કેળા, સૂપ અને બાફેલી શાકભાજી છે. ખારા ખોરાક સૌથી વધુ મદદ કરે છે.

અતિસાર માટે કોઈ ઓવર-ધ-કાઉન્ટર (over-the-counter) દવાઓ લેતા પહેલા તમારા ડૉક્ટર ને પૂછી ને જ લેવી. જો તમને ઇ. કોલાઈ ચેપ છે, તો આમાંની કેટલીક દવાઓ હાનિકારક હોઈ શકે છે

ઇ. કોલાઈ થવાની અને ફેલાવાથી ઘટાડવા માટે, આ પ્રમાણે કરો:

 • બાળક નું ડાયપર (Diaper) બદલ્યા પછી, કે રાંધવા પછી, ખાદા પછી, બાથરૂમમાં જવા પછી, કચરો કાઢવા પછી, અથવા કોઈ પણ પ્રાણીઓને સ્પર્શ કર્યા પછી તમારા હાથ અવશ્ય ધોવા અત્યંત  જરૂરી છે 
 • જો તમને ઝાડા થાય છે, તો તમને સારું ન લાગે ત્યાં સુધી કાર્ય / કામ પર થી અથવા તો અથવા શાળાથી રજા લઇ ને ઘરે જ રહો
 • ખોરાકની સલામતી પર ધ્યાન આપો. નિમ્નલિખિત કેટલીક ટીપ્સ છે:
  • ઉકાળ્યા વગર નું દૂધ ન પીવો અથવા તેની સાથે બનાવેલા ખોરાક ખાવો નહીં.
  • ફળો અને શાકભાજી ખાતા પહેલા તેને સારી રીતે ધોઈ લો.
  • રેફ્રિજરેટરને 40ºF કરતા વધારે ઠંડુ રાખો અને ફ્રીઝર 0ºF ની નીચે રાખો.
  • માંસ અને સીફૂડ કાચા ના રહી જાય એવી સરખી રીતે રાંધવા.
  • ઈંડા નું જરદી મક્કમ ન થાય ત્યાં સુધી ઇંડા રાંધો.
  • કાચા ખાદ્યને સ્પર્શ કર્યા પછી હાથ, છરી, અને કટીંગ બોર્ડ સરખી રીતે ધોવા.
  • ખાદ્ય સુરક્ષા વિશે વધુ ટીપ્સ માટે તમારા ડૉક્ટર ની સલાહ લો.
Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Skype
Telegram
Dr. Harsh J Shah