...

આંતરડા અને ગુદામાર્ગ કેન્સરની તપાસ

  • આંતરડા અને ગુદામાર્ગનાકેન્સરની તપાસ એ એક એવી રીત છે જેમાં ડોકટરો કેન્સર અથવા કોઈ પણ વૃદ્ધિનાસંકેતો/ લક્ષણો(જેને પોલિપ્સ/ Polyps કહેવામાં આવે છે)જે કેન્સર બની શકે છે,તેના માટે કોલન અને ગુદામાર્ગની તપાસ કરે છે. આ તપાસ એવા લોકોમાં કરવામાં આવે છે, કે જેમના કોઈ પણ લક્ષણો નથી અને તેમને કેન્સર થયું છે તેવું માનવાનું કારણ પણ નથી. આ તપાસ નો ધ્યેય એ છે કે જે પોલિપ્સ બન્યા હોય,એ કેન્સર માં પરિવર્તન થાય તે પહેલાં તેને શોધવા અને દૂર કરવા, અથવા વહેલી તકે કેન્સર વધે, ફેલાય, અથવા બીજી સમસ્યાઓ થાય તે પહેલાં તેને શોધી લેવું.

    આંતરડા અને ગુદામાર્ગપાચન તંત્ર  નો છેલ્લો ભાગ છે. જ્યારે ડોકટરોકોલન અને ગુદામાર્ગનાકેન્સરની તપાસ નેતેઓ “કોલોરેક્ટલ” શબ્દના નામ નો ઉપયોગ કરે છે. તે “કોલન અને રેક્ટલ” કહેવાની એક ટૂંકી રીત છે. ફક્ત કોલન કેન્સર સ્ક્રિનિંગ કહેવું પણ કહી શકાય છે.

    ઘણા અભ્યાસોદર્શાવે છે કે કોલન કેન્સરની તપાસ કરાવવાથી,કોલનકેન્સરથી મરી જવાની સંભાવના ઓછી થાય છે. સ્ક્રીનીંગ /પરીક્ષણના ઘણાં વિવિધ પ્રકારો છે જે આ કરી શકે છે.

નિમ્નલિખિત પરીક્ષણોકરી શકાય છે:

  • કોલોનોસ્કોપી(Colonoscopy) –કોલોનોસ્કોપીથીડૉક્ટરતમારાસંપૂર્ણકોલનનીનાભાગનેઅંદરજોઈશકેછે. તમેકોલોનોસ્કોપીકરાવીશકોતેપહેલાં,તમારેતમારીકોલનનેસાફકરવીજપડેછે. તેમાટે,તમનેઘરેએકવિશિષ્ટપ્રવાહીપીવાઆપીહોયછે, જેનાપીધાપછીકેટલાકકલાકોસુધીપાણીજેવાઝાડાથાયછે.આપરીક્ષણનાદિવસે,તમનેઆરામથાય તેનાસહાયમાટેએક દવામળેછે. પછીડૉક્ટરતમારાગુદામાંએકપાતળીનળીદાખલ કરે છે પછી જેને તમારાકોલનમાંઆગળધીમે-ધીમે વધારે છે. ટ્યુબમાંએકનાનોકેમેરોજોડાયેલહોયછે, તેથીડૉક્ટર,તમારાકોલનનીઅંદરજોઈશકેછે. ટ્યુબનાઅંતનીપાસેનાનાટૂલ્સ(tools) પણહોયછેજેના થી ડૉક્ટર —જો ત્યાંહોયતો —પેશીનાટુકડાઓ(tissue) અથવાપોલિપ્સ(Polyps) ને કાઢી શકે છે. પોલિપ્સઅથવાપેશીઓનાટુકડાકાઢ્યાપછી, તેમનેકેન્સરનીતપાસમાટેલેબમાંમોકલવામાંઆવેછે.

o આ પરીક્ષણના ફાયદા – કોલોનોસ્કોપીમાં મોટાભાગના નાના પોલિપ્સ અને લગભગ તમામ મોટા પોલિપ્સ અને કેન્સર સરખી રીતે જોવા મળે છે. જો એજોવા મળે, તો પોલિપ્સ તરત જ દૂર પણ કરી શકાય છે. આ પરીક્ષણ સૌથી સચોટ પરિણામો આપે છે. જો કોઈ અન્ય સ્ક્રીનીંગપરીક્ષણો પહેલા કરવામાં આવ્યા છે, અને એમના પરિણામો સકારાત્મક (અસામાન્ય) આવ્યા છે, તો ફોલો-અપ (Follow-Up) માં કોલોનોસ્કોપી કરાવવી પડશે. જો તમારી પ્રથમ પરીક્ષણ કોલોનોસ્કોપી છે, તો કદાચ,તમારે તરત જ પછીથી બીજી ફોલો-અપ પરીક્ષણની જરૂર નહીં પડે.

o આ પરીક્ષણનીખામીઓ – કોલોનોસ્કોપી માં થોડાક જોખમો છે. તેના થી કોલનની અંદરથી રક્તસ્ત્રાવ અથવા ચીરાબની શકે છે, પરંતુ આ ફક્ત 1,000 માંથી 1 વ્યક્તિમાં થાય છે. ઉપરાંત, આંતરડાની સાફસફાઈ અગાઉથી કરવી પડે છે અમુક લોકો ને અણગમતું હોય શકે છે. ઉપરાંત, લોકો સામાન્ય રીતે પરીક્ષણ પછીના બાકીના દિવસ માટે કામ કરી શકતા નથી અથવા વાહન ચલાવી શકતા નથી, કારણ કે તેઓએ ને પરીક્ષણ વખતે જે આરામ કરવાની દવા આપેલી હોય છે.

અમુકપરિસ્થિતિઓમાં, ડૉક્ટર કંઈક અલગ કરી શકે છે જેને — “કેપ્સ્યુલ” કોલોનોસ્કોપી(Capsule Colonoscopy) કહેવામાં આવે છે. આ પરીક્ષણ માટે, તમે એક વિશિષ્ટ કેપ્સ્યુલ ગળી લો છો જેમાં નાના વાયરલેસ વિડિઓકેમેરા(Wireless video camera) હોય છે. જો નિયમિત કોલોનો સ્કોપી વખતે ડૉક્ટર,તમારા કોલન ના સંપૂર્ણ ભાગને ના જોઈ શક્યા હોય, તોપછી આ પરીક્ષણ કરાવવી પડે છે.

સીટી કોલોનોગ્રાફી (CT Colonography)[જેને વર્ચુઅલકોલોનોસ્કોપી(virtual colonoscopy) અથવા સીટીસી(CTC)પણ કહેવામાં આવે છે] – સીટીસી”સીટી સ્કેન” કહેવાતા વિશેષ એક્સ-રેનો ઉપયોગ કરીનેકેન્સર અને પોલિપ્સ શોધે છે. મોટાભાગના સીટીસી પરીક્ષણો માટેએ જ તૈયારી કરવાની હોય છે, જે તમે કોલોનોસ્કોપી માટે કરવાની હોય છે.

o આ પરીક્ષણના ફાયદા – આરામ માટેની દવાઓને લીધા વિના જ, સીટીસી આખા કોલનમાંપોલિપ્સ અને કેન્સર શોધી શકે છે.

o આ પરીક્ષણમાં ખામી – જો ડોકટરોને સી.ટી.સી. દ્વારા પોલિપ્સ અથવા કેન્સર મળે છે, તો સામાન્ય રીતે તેઓ કોલોનોસ્કોપીકરે છે. સીટીસી કેટલીકવાર એવા વિસ્તારો શોધી કાઢે છે જે અસામાન્ય લાગે છે, પરંતુ તે સ્વસ્થ જ હોય છે. આનો અર્થ એ કે સીટીસી તમને જરૂરી ન હોય તેવા પરીક્ષણો અને કાર્યવાહી કરાવવા તરફ દોરી શકે છે.

ઉપરાંત, સીટીસીમાં તમને કિરણોત્સર્ગ પણ સહન કરવા પડે છે.

મોટાભાગના કિસ્સાઓમાં, આંતરડાને સાફ કરવાની તૈયારી ની પ્રક્રિયા એજ છે જે કોલોનોસ્કોપીવખતે કરવામાં આવે છે. પરીક્ષણ ખર્ચાળ છે, અને કેટલીક વીમા કંપનીઓ આ સ્ક્રીનીંગના પરીક્ષણનેઆવરી નથી લેતી  હોતી.

લોહી માટે સ્ટૂલ ટેસ્ટ(Stool Test) – મળ માટેનો એક અન્ય શબ્દ “સ્ટૂલ” (Stool) છે. સ્ટૂલ પરીક્ષણો સામાન્ય રીતે સ્ટૂલના નમૂનાઓમાં લોહીની તપાસ કરવામાં આવે છે. કેન્સર અને પોલિપ્સરક્તસ્ત્રાવ કરી શકે છે, અને જો તમે સ્ટૂલ પરીક્ષણ કરો તે દરમ્યાન જો તેઓ માં રક્તસ્રાવ થાય, તો પરીક્ષણ માં પણ લોહી દેખાશે. તમારા સ્ટૂલમાં જોઈ / દેખાયીના શકતા હોય એટલી સાવ ઓછી માત્રનું લોહીપણ આ ટેસ્ટ માં દેખાયી આવે છે.

અન્ય ઓછી ગંભીર પરિસ્થિતિઓપણ સ્ટૂલમાં(ઓછી માત્રામાં) લોહીનીકળવાંનું કારણ બની શકે છે, અને તે પણ આ પરીક્ષણમાં દેખાશે.

તમે તમારા ડૉક્ટર પાસેથી મળેલાએક વિશેષ કન્ટેનરમાંતમારા મળમાંથી નાના નમૂના ઓ લઇને મુકવા પડશે. પછી પરીક્ષણ માટે તમે કન્ટેનરને કેવી  રીતે  મોકલશો એની સૂચનાઓનું પાલન કરશો.

o આ પરીક્ષણના ફાયદા – આ પરીક્ષણમાં કોલન સાફ કરવાનું, અથવા કોઈપણ બીજીપ્રક્રિયાઓ કરવાની જરૂર નથી.

o આ પરીક્ષણની ખામીઓ – અન્ય સ્ક્રીનીંગપરીક્ષણો કરતાં, સ્ટૂલ પરીક્ષણોમાં પોલિપ્સ મળવાની સંભાવના ઓછી છે. આ પરીક્ષણો ઘણીવાર એવા લોકોમાં પણ અસામાન્ય આવે છે જેમને કેન્સર હોતોનથી. જો સ્ટૂલ ટેસ્ટ કંઈક અસામાન્ય બતાવે છે, તો ડૉક્ટરો સામાન્ય રીતે કોલોનોસ્કોપીકરી ને ફોલો-અપ કરે છે.

સિગ્મોઇડસ્કોપી(Sigmoidoscopy) – સિગ્મોઇડસ્કોપી કેટલીક રીતે કોલોનોસ્કોપીના સમાન જ છે. તફાવત એ છે કે, આ પરીક્ષણ માંફક્ત કોલનના છેલ્લા ભાગનેજ જોઈ શકાય છે, અને કોલોનોસ્કોપી આખા કોલનને જોઈ શકાય. સિગ્મોઇડસ્કોપીકરાવતાંપહેલા, તમારે એનિમાની (enema) મદદથી તમારા કોલનના નીચેના ભાગને સાફ કરવાનું રહે છે. આ આંતરડાની સફાઈ કોલોનોસ્કોપીની જેમ સંપૂર્ણ અથવા અપ્રિય પ્રક્રિયા નથીહોતી. આ પરીક્ષણ માટે, તમને આરામ કરવામાં સહાય આપે, એવી કોઈ પણ દવા લેવાની જરૂર પડતી નથી.તે થી, તમે ઇચ્છો તો આટેસ્ટ પછી વાહન ચલાવી શકો છો, અથવા કામ પણ પરી શકો છો.

o આ પરીક્ષણ ના ફાયદા – સિગ્મોઇડસ્કોપીગુદા માર્ગ અને કોલનના છેલ્લા ભાગમાં પોલિપ્સ અને કેન્સર શોધી શકે છે. જો પોલિપ્સ મળી આવે, તો તેઓ તરત જ કાઢી ને દૂર કરી શકાય છે.

o આ પરીક્ષણ માંખામીઓ – 10,000 માંથી 2 લોકોમાં, સિગ્મોઇડસ્કોપીકરતી વખતે કોલનની અંદરના ભાગમાં ચીરા પડી શકે છે. જે ભાગ ને ટેસ્ટ / પરીક્ષણ માં જોઈ શકાતું નથી, એ ભાગમાં રહેલા પોલિપ્સ અથવા કેન્સર ને આ ટેસ્ટ શોધી ને બતાવી શકતું નથી.જો સિગ્મોઇડસ્કોપીવખતેડૉક્ટરોને પોલિપ્સ અથવા કેન્સર દેખાય છે અથવા મળે છે, તો તેઓ સામાન્ય રીતે કોલોનોસ્કોપીથીપણ કરાવે છે.

સ્ટૂલ ડીએનએ પરીક્ષણ (Stool DNA Test)- સ્ટૂલ ડીએનએપરીક્ષણ માંકેન્સર ના આનુવંશિક માર્કર્સ (Genetic Markers), તેમજ લોહી નાસંકેતોનીશોધથાય છે. આ પરીક્ષણ માટે, સંપૂર્ણ એક વખત ના મળ ને એકત્ર કરવા માટે તમને એક ખાસ કીટ આપવામાં આવે છે. પછી, તમે તેને કેવી રીતે અને ક્યાં મોકલવું તે વિશેની સૂચનાઓ નેઆપવામાં આવે છે.

o આ પરીક્ષણ ના ફાયદા – આ પરીક્ષણ માંકોલનને સાફ કરવાની અથવા બીજી કોઈપણ પ્રક્રિયાઓ કરવામાં આવતી નથી. જ્યારે કેન્સર ના હોય , ત્યારે તે લોહીમાટે ના સ્ટૂલ ટેસ્ટ કરતા, ખોટી રીતે અસામાન્ય પરિણામોહોવાની અથવા કે બતાવાનીશક્યતા ઓછી હોય છે. તેનો અર્થ એટલે કે તમારે વગર કારણે બિનજરૂરી કોલોનોસ્કોપીકરાવવી પડતી નથી.

o આ પરીક્ષણ નીખામીઓ – એકદમ મળ નેએકત્રિત કરવું,અને મોકલવાનું કરવું તે ઘણા લોકો ને થોડું અપ્રિય થઇ શકે. જો ડીએનએ પરીક્ષણ કંઈક અસામાન્ય બતાવે છે, તો ડોકટરો સામાન્ય રીતે કોલોનોસ્કોપીપણ કરાવી જ લેવા કહે છે.

મોટાભાગના નિષ્ણાતોએમ વિચારે છેકેએવુંકોઈ રક્ત પરીક્ષણ નથી કે જે સ્ક્રીનિંગતરીકેવાપરવા માટે સચોટસાબિત થઇ હોય.

તમારા માટે કઈ પરીક્ષણ શ્રેષ્ઠ છે તે નક્કી કરવા માટે તમારા ડૉક્ટર સાથે વાત કરો. કેટલાક ડૉક્ટરો,એક થી વધુ સ્ક્રીનિંગ પરિક્ષણોકરાવી શકે છે.ઉદાહરણ તરીકે, લોહી માટે સિગ્મોઇડસ્કોપી વત્તા સ્ટૂલ પરીક્ષણ.કયું પરીક્ષણ કરાવવું એ પ્રશ્ન કરતા વધારે મહત્વ ની વાત એ છે કે બને તેટલું જલ્દી પરીક્ષણ કરાવી લેવું જોઈએ.

ડૉક્ટરોના સુઝાવ પ્રમાણે,મોટાભાગના લોકો 50 વર્ષની ઉંમરથી કોલનકેન્સર ની તપાસ શરૂ કરવી જોઈએ. જે લોકોમાં કોલન કેન્સર થવાનું જોખમ રહેલું હોય છે, તેઓ કેટલીક વાર નાની વયે સ્ક્રીનીંગકરાવવા નુંશરૂ કરે છે. જે લોકો ના પારિવારિક ઇતિહાસ માં કોઈ ને પણ કોલન કેન્સર થયો હોય એવું દર્શાવે છે એવા લોકો, અથવા તો “ક્રોહન રોગ” (“Crohn’s disease”) અને “અલ્સેરેટિવકોલાઇટિસ” (“ulcerative colitis”)તરીકે ઓળખાતા કોલન ના રોગો ધરાવતા લોકો શામેલ હોય શકે છે.મોટાભાગના લોકો 75 વર્ષની વયે અથવા વધુ માં વધુ 85 વર્ષની ઉંમરે સ્ક્રીનીંગ કરાવવા નુંબંધ કરી શકે છે.

તે, તમારા કોલનકેન્સર ના જોખમ અને તમારી તમે કરાવેલા કોઈ પણ પરીક્ષણ પર આધારિતછે. જે લોકોમાં કોલનકેન્સર નુંમોટું/ વધુ જોખમ હોય છે, તેમને ઘણી વાર, વધુ વખત તપાસ કરાવવી પડે છે, અને એમને કોલોનોસ્કોપી જ કરાવવી જોઈએ.

મોટાભાગના લોકોને મોટું/ વધુજોખમ હોતું નથી, તેથી તેઓ આમાંથી એક સૂચિ પસંદ કરી શકે છે:

  • દર 10 વર્ષે કોલોનોસ્કોપીકરાવવી
  • દર 5 વર્ષે સીટી કોલોનોગ્રાફી (સીટીસી)કરાવવી
  • વર્ષમાં એકવાર સ્ટૂલમાં લોહીનું પરીક્ષણકરાવવું
  • દર 5 થી 10 વર્ષે સિગ્મોઇડસ્કોપી કરાવવી
  • સ્ટૂલ ડીએનએટેસ્ટ / પરીક્ષણ,દર 3 વર્ષે કરાવવું (પણ હજી સુધી, પરીક્ષણને પુનરાવર્તિત કરવા માટે કયો શ્રેષ્ઠ સમય કાળરહેશે, એ વિશે ડૉક્ટરોને ખાતરી નથી)
Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Skype
Telegram
Rate this post
Dr. Harsh J Shah

Exclusive Health Tips and Updates