• કબજિયાત એ એક સામાન્ય સમસ્યા છે જેમાં મળ કાઢવાનું  મુશ્કેલ બને છે. જ્યારે તમારો મળ:

  • ખુબ કઠણ હોય
  • ખૂબ નાનું  હોય
  • બહાર કાઢવું મુશ્કેલ થતું હોય
  • અઠવાડિયામાં 3 કરતા ઓછા વખત આવતું હોય

કબજિયાત થવાના કારણો આમ હોઈ છે:

 • કેટલીક દવાઓની આડઅસર
 • નબળો આહાર
 • પાચનતંત્રના વિવિધ રોગો

વધુ ગંભીર સમસ્યાબનાવનારા લક્ષણો આમહોઈ શકે છે:

 • મળ કાઢવાપછી શૌચાલયમાં અથવા ટોયલેટ પેપર (Toilet Paper) પર લોહી દેખાય
 • તાવ આવવો
 • વજનમાં ઘટાડોથવો
 • અશક્તિ અથવા નબળુ લાગવું

હા. નિમ્નલિખિત પગલાં અજમાવી જુઓ:

 • એવા ખોરાક ખાઓ જેમાં ઘણો બધો ફાઇબર હોય. સારા વિકલ્પો છે ફળો, શાકભાજી, પૃન્સનો રસ, અને અમુક અનાજ.
 • પુષ્કળ પાણી અને અન્ય પ્રવાહી પીવો.
 • જ્યારે તમને બાથરૂમ જવાની જરૂર લાગે છે, ત્યારે બાથરૂમમાં  જાવ. તેને અટકાવી રાખવું જોઈએ નહીં.
 • કોઈ રેચક લો. આ તે દવાઓ છે જે મળ ને બહાર કાઢવા માં સરળ બનાવવામાં મદદ કરે છે. કેટલીક ગોળીઓ મારફતે લેવાની હોય છે.અન્ય ગુદામાર્ગમાં જાય છે. એને “સપોઝિટરીઝ” કહેવામાં આવે છે.

તમને આમા થી કઇં ભી અનુભવ થાય તો તરત જ તમારા ડૉક્ટર ને મળવા જવું જોઈએ:

 • તમારા લક્ષણો તમારા માટે નવા છે અથવા કે પહેલા અનુભવેલા  જેવા સામાન્ય નથી
 • સમસ્યા આવે છે અને જાય છે, પરંતુ તે 3 અઠવાડિયાથી વધુ સમય સુધી ચાલુ જ છે
 • તમને ખૂબ પીડાથાયછે
 • તમારી પાસે અન્ય લક્ષણો પણ છે જે તમને ચિંતિત કરે છે (ઉદાહરણ તરીકે, રક્તસ્રાવ, નબળાઇ, વજન ઘટવું અથવા તાવઆવવો)
 • તમારા પરિવારના અન્ય લોકોને કોલોરેક્ટલ કેન્સર અથવા “આંતરડા માં બળતરા”(Inflammatory Bowel Disease) નો રોગ થયેલો છે

તમારા ડૉક્ટર નક્કી કરશે કે તમારી ઉંમર, અન્ય લક્ષણો, અને વ્યક્તિગત પરિસ્થિતિને આધારે તમારે કયા પરીક્ષણો કરાવવાની જરૂર છે. ઘણા બધા પરીક્ષણો હોય છે, પરંતુ કદાચ તમને એક પણ કરાવવાની જરૂર ના પડે.

કબજિયાતનું કારણ શોધવા માટે, ડોકટરો,મોટાભાગે, નિમ્નલિખિત પરીક્ષણોકરાવે છે:

 • ગુદામાર્ગની પરીક્ષા (Rectal Exam) – તમારા ડોકટર, તમારી ગુદાની બહારની તરફ નિરીક્ષણ અથવા કે તપાસ કરશે. તે અથવા તેણી, આંગળીનો પણ ઉપયોગ કરી ને ગુદાના અંદરના ભાગનેતપાસ કરશે.
 • એક્સ-રે (X-Ray) અથવા એમઆરઆઈ (MRI)- આ તમારા શરીરની અંદરની છબીઓ બનાવે છે.
 • મેનોમેટ્રી સ્ટડીઝ(Manometry Studies) – મેનોમેટ્રી સ્ટડીઝમાં,ડૉક્ટર ગુદામાર્ગની અંદરનીવિવિધ જગ્યાઓ પર,દબાણને માપે છે. એમાં ડૉક્ટર એ તપાસ કરે છે કે મળ કાઢવાના સ્નાયુઓ બરાબર યોગ્ય રીતે કાર્યરત એટલે કે કામ કરે છે કે નહીં.પરીક્ષણમાં એ પણ જોઈ શકાય છે કે વ્યક્તિનું ગુદામાર્ગ સામાન્ય છે કે નહીં.

તે તમારા કબજિયાતનું કારણ શું છે તેના પર નિર્ભર છે. પેહલા તો, તમારા ડૉક્ટર પ્રમાણે તમારે વધુ ફાઇબર ખાવાનો અને વધુ પાણી પીવાનો પ્રયાસ કરવો જોઈએ. જો તેના થી કોઈ પણ ફરક ના પડતો હોય, તો તમારા ડૉક્ટર સૂચવે છેકે:

 • એવી દવાઓ જે તમે ગળી શકો છે અથવા તો તમારા ગુદામાર્ગમાં મૂકી શકો છો,
 • તમે બીજી કોઈ તકલીફની સ્થિતિઓ માટે લઈ રહ્યા છોએ દવાઓ બદલવી,
 • એક સારવાર જેને “એનિમા” (Enema)કહેવામાં આવે છે – આ સારવાર માટે,ડૉક્ટરતમારા ગુદામાર્ગમાં પાણી ની પિચકારી મારશે. તે અથવા તેણી, તમારા અંદરની મળ નેતોડવા માટે પાતળા સાધનનો ઉપયોગ કરી શકે છે.

તમે ઘરે જાતે પણ એનિમા ની સારવાર કરી શકો છો. માત્ર પાણી વાપરી ને આપેલા એનિમા હોઈ શકે છે, અથવા તેમાં કબજિયાત માટે ખાસ દવા પણ નાખી ને આપી શકો છો.

બાયોફિડ બેક (Bio-Feedback)- આ એક એવી પદ્ધતિ છે જે તમને તમારા સ્નાયુઓને આરામ કરાવવાનું શીખવે છે, જેથી કરીને તમે મળને આગળ ધક્કો મારી ને કાઢવા દબાણ કરી શકો.

નિમ્નલિખિત પ્રયોગો કરવાથી, તમે ફરીથી કબજિયાત થવા થી રોકી શકો છો:

 • ફાઇબર (Fiber) થી ભરેલો આહાર ખાવું.
 • દિવસ દરમિયાન વધારે માત્રા માં પાણી પીવાનું અને અન્ય પ્રવાહીપીવાનું રાખો.
 • દરરોજ નિયમિત સમયે બાથરૂમ જવુંએટલે કે જાજરૂ જવું.
Share on facebook
Facebook
Share on twitter
Twitter
Share on linkedin
LinkedIn
Share on whatsapp
WhatsApp
Share on email
Email
Share on skype
Skype
Share on telegram
Telegram